દિલ્હીના CM કેજરીવાલે પત્ની સાથે હનુમાનજીના મંદિરમાં પૂજા કરી:177 દિવસ બાદ ગઈકાલે જેલમાંથી છુટ્યા હતા, સ્વાગતમાં ફટાકડા ફોડનારા લોકો સામે FIR નોંધાઈ
તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે સવારે કનોટ પ્લેસમાં આવેલા હનુમાનજીના મંદિરમાં પૂજા કરી હતી. દિલ્હીના સીએમ સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ પણ હાજર હતા. મંદિર પહોંચ્યા બાદ કેજરીવાલે તેમની પત્ની સાથે ભગવાન હનુમાનજીને જળ ચઢાવ્યું હતું. હનુમાનજીની પૂજા કર્યા બાદ મંદીરના પૂજારીએ અરવિંદ કેજરીવાલને ગદા આપી હતી. પૂજા બાદ અરવિંદ કેજરીવાલ રાજઘાટ જશે. તેઓ મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપશે. લિકર પોલિસી કેસમાં જામીન મળ્યા બાદ મનીષ સિસોદિયા અને સંજય સિંહે પણ આ જ હનુમાન મંદિરમાં બજરંગ બલીની પૂજા કરી હતી. વચગાળાના જામીન બાદ 2 જૂને સરેન્ડર કરતા પહેલા પણ કેજરીવાલે આ જ મંદિરમાં બજરંગ બલીના દર્શન કર્યા હતા. બુધવારે 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા હતા, ત્યારે તિહારની બહાર આતશબાજી કરવામાં આવી હતી. આ અંગે દિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે FIR નોંધવામાં આવી છે. ખરેખરમાં, દિલ્હીમાં પ્રદૂષણને કારણે 1 જાન્યુઆરી, 2025 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. જેલ મુક્તિ બાદ કેજરીવાલે કહ્યું- હું સાચો હતો, એટલા માટે ભગવાને મારો સાથ આપ્યો
અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરે સાંજે લગભગ 6.15 વાગ્યે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી છુટ્યા બાદ તેમણે કહ્યું- મારા લોહીનું એક-એક ટીપું દેશ માટે છે. મારું જીવન દેશને સમર્પિત છે. આ લોકોએ વિચાર્યું કે મને જેલમાં નાખીને મારું મનોબળ તોડી નાખશે. આજે હું જેલમાંથી બહાર આવ્યો છું અને મારી હિંમત 100 ગણી વધી ગઈ છે. હું સાચો હતો, તેથી ભગવાને મને સાથ આપ્યો. ભગવાને મને માર્ગ બતાવ્યો, ભગવાન મને માર્ગ બતાવતા રહેશે. મારે આ રાષ્ટ્ર વિરોધી તાકાતો સામે લડવું જોઈએ જેઓ દેશને અંદરથી નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે સવારે સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટે જામીન માટે એ જ શરતો લાદી છે જે ED કેસમાં જામીન આપતી વખતે રાખવામાં આવી હતી. બે ન્યાયાધીશોની ખંડપીઠે જામીન પર સર્વસંમતિ દર્શાવી, પરંતુ ધરપકડ અંગે અલગ-અલગ અભિપ્રાય
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે સીબીઆઈની ધરપકડને નિયમો અનુસાર ગણાવી હતી. ED કેસમાં જામીન મળવા છતાં કેજરીવાલને જેલમાં રાખવા એ ન્યાયની મજાક ઉડાવા બરાબર છે. ધરપકડની શક્તિનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. - સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું: 1. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ કસ્ટડીમાં છે. તપાસના સંદર્ભમાં તેની ફરી ધરપકડ કરવી એ ખોટું નથી. CBIએ સમજાવ્યું છે કે તેમની તપાસ શા માટે જરૂરી હતી. 2. અરજદારની ધરપકડ ગેરકાયદેસર નથી. CBIએ કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તેમને તપાસની જરૂર હતી. તેથી આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ ઉજ્જવલ ભુયાએ કહ્યું- 1. CBIની ધરપકડ જવાબો કરતાં વધુ સવાલો ઉભા કરે છે. ED કેસમાં તેને જામીન મળતા જ CBI સક્રિય થઈ જાય છે. આવી સ્થિતિમાં ધરપકડના સમય પર સવાલો ઉભા થાય છે. 2. CBIએ નિષ્પક્ષ દેખાવ કરવો જોઈએ અને ધરપકડમાં કોઈ મનમાની ન થાય તે માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ. તપાસ એજન્સીએ પાંજરામાં બંધ પોપટની ધારણા દૂર કરવી જોઈએ. લિકર પોલિસી કેસ- કેજરીવાલે 156 દિવસ જેલમાં કાઢ્યા છે
કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.