સરલા માં મુળી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ના પતિ ઉપર હિચકારો હુમલો - At This Time

સરલા માં મુળી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ના પતિ ઉપર હિચકારો હુમલો


*મુળી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ના પતિ ઉપર ચાર શખ્સો નો હુમલો*

*બોલાચાલી બાબતે ઠપકો આપતા કરાયો હુમલો*

મુળી તાલુકાનાં સરલા ગામે રહેતા મનસુખભાઇ ઈશ્વર ભાઈ પટેલ ખેતીકામ કરે છે તેઓના પત્ની મુળી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ પદે છે ત્યારે તેઓના ભત્રીજા પ્રિન્સ ની નાસ્તા ની દુકાન સરલા બસ સ્ટેન્ડ‌ ઉપર આવેલી છે ત્યા મુળી ના સુજાનગઢ ગામના ચાર શખ્સો નાસ્તો કરવા આવેલ ત્યારે બોલાચાલી થ‌ઈ હતી માટે પ્રિન્સ દ્વારા તેઓના કાકા મનસુખભાઇ પટેલ ને ટેલીફોન થી જાણ કરેલ હોય ત્યારે સરલા ગેઈટ ઉપર મનસુખભાઇ પટેલ દ્વારા તેઓને રોકી ઠપકો આપતા આ ચારેય શખ્સો એ હુમલો કરતા હાથમાં પહેરેલા કડા સાથે મુક્કા મારતા મોઢા ઉપર અને દાંતોમાં ઈજાઓ થતા લોહીલુહાણ થતા ગામલોકો એ મુકાવેલ હતા જેમાં આરોપી તરીકે સુજાનગઢ ના વિજય કાળુ દશરથ કાળુ અને બે અજાણ્યા શખ્સો સામે મુળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માં આવેલ છે પોલીસ દ્વારા કલમ ૩૨૪ ૫૦૪ ૫૦૬ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મનસુખભાઇ પટેલ જણાવેલ કે દુકાન બંધ કરી દેજે નહીતર જોવાજેવી થશે તેવી ધમકી પણ આપેલ છે જયારે મુળી તાલુકા માં ભાજપ ના તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ના પતિ ઉપર હુમલો થતા ચકચાર મચી જવા પામી છે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.