અનાજનું વીક્રમજનક ઉત્પાદન થવાની ધારણા, ઘઉંની ઉપજમાં થઈ થશે છે ઘટાડો - At This Time

અનાજનું વીક્રમજનક ઉત્પાદન થવાની ધારણા, ઘઉંની ઉપજમાં થઈ થશે છે ઘટાડો


દેશમાં 2021-22 ફસલ વર્ષ દરમિયાન 315 મિલિયન ટન અનાજનું વિક્રમજનક ઉત્પાદન થવાની ધારણા છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઘઉંની ઉપજ લગભગ 3 % ઘટીને 106 મિલિયન ટન થવાની ધારણા છે. પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતમાં ગરમીના મોજાને કારણે ઘઉંના પાકને ખરાબ અસર થઈ છે. કૃષિ મંત્રાલયે 2021-22 માટે તેના ચોથા એડવાન્સ અંદાજમાં બુધવારે જણાવ્યું હતું કે, ચોખા, મકાઈ, કઠોળ, ચણા, સરસવ, તેલીબિયાં અને શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થવાની અપેક્ષા છે. 2021-22નું ફસલ વર્ષ જુલાઈ, 2021થી જૂન, 2022ની વચ્ચે છે.

કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, 2020-21 દરમિયાન દેશમાં 310.7 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું હતું. ડેટા અનુસાર, 2020-21માં ઘઉંનું ઉત્પાદન 109 મિલિયન ટન હતું. 2021-22 દરમિયાન ચોખાનું ઉત્પાદન 13.02 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. અગાઉના વર્ષમાં તે 124 મિલિયન ટન હતું.

કઠોળ અને તેલીબિયાંમાં વધારો

મંત્રાલયે જણાવ્યું હતું કે, કઠોળનું ઉત્પાદન 276 મિલિયન ટન થવાની સંભાવના છે, જે એક વર્ષ અગાઉ 254 મિલિયન ટન હતું. બિન-ખાદ્ય અનાજમાં તેલીબિયાંનું ઉત્પાદન 35.90 મિલિયન ટનથી વધીને 376 મિલિયન ટન થઈ શકે છે. સરસવનું ઉત્પાદન 17.70 મિલિયન ટન જ્યારે શેરડીનું ઉત્પાદન 43 મિલિયન ટન થવાની ધારણા છે. એક વર્ષ પહેલા શેરડીનું ઉત્પાદન 40.05 મિલિયન ટન હતું.

કપાસનું ઉત્પાદન ઘટશે

"કપાસનું ઉત્પાદન 35 મિલિયન ગાંસડીથી ઘટીને 31 મિલિયન ગાંસડી થવાનો અંદાજ છે," મંત્રાલયે જણાવ્યું હતું. એક ગઠ્ઠાનું વજન 170 કિલો છે. જ્યુટનું ઉત્પાદન 1.31 કરોડ ગાંસડી થવાની ધારણા છે જે એક વર્ષ અગાઉ 93 લાખ ગાંસડી હતી. તેમાં એક ગઠ્ઠામાં 180 કિગ્રા હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.