રાજકોટના લોઠડામાં ‘આ જગ્યામાં રહેશો તો મારવા પડશે’ કહેતા મંદિરની સફાઈ કરતી મહિલાએ ઉંદર મારવાની દવા પી જિંદગી ટૂંકાવી
રાજકોટ તાલુકાના લોઠડા ગામે કે રહેતી મહિલાએ 26 સપ્ટેમ્બરના રોજ ઉંદર મારવાની દવા પી આત્મહત્યા કરી છે. સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મહિલાનું મોત નીપજતા મૃતકના પતિએ કુવાડવાના સરપંચના પતિ સામે પત્નીને મરવા મજબૂર કરવા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોત પહેલાં સારવારમાં રહેલી મહિલાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, કુવાડવાના સરપંચ પતિએ ‘આ જગ્યામાં રહેશો તો મારવા પડશે’ તેવી ધમકી આપી હતી. આથી મેં આ પગલું ભર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.