માળીયા હાટીનામાં શ્રી રામદેવજી મંદિરના આંગણે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ
કળશ લઈ નાની કુવારકા ભગવદ્ ગીતાજીનું પૂજન કર્યું
સરપંચો ,પૂર્વો સરપંચો , તાલુકા પંચાયતના સદસ્યો, લોક સેવક સહિત આગેવાનો ગ્રામજનો અને બહેનો મોટી સંખ્યામાં ડી.ઝે. ના તાલે ઝૂમી ઉઠ્યા હતા
ફટાકડા ની આતશબાજી તેમજ ઘોડા સવારો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી
સૌ પ્રથમ વાર માળીયા હાટીનાની પવિત્ર પાવન ધરતીમાં રામદેવપીર મંદિર મેઘલ નદીના સામા કાંઠે ની જગ્યામાં એક ભવ્ય સાર્વજનિક “ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ" આજથી પ્રારંભ થી તા. ૧૪/૦૨/૨૦૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના પ્રારંભે પવિત્ર મંગળવારના રોજ સવારે ૯.૦૦ કલાકે રામેશ્વર મંદિરે શાસ્ત્રોક વિધિ પૂજા અર્ચન કરી પોથી યાત્રા રેલ્વે સ્ટેશન પાસેથી મુખ્ય બજારમાં પસાર થઇ કથાના સ્થળ સુધી પોથીયાત્રા વાજતે ગાતે કાઢવામાં આવી હતી. માળીયા હાટીના તાલુકાની સમસ્ત સાર્વજનિક પોથીયાત્રામાં બધા ધર્માનુરાગી વેપારીમીત્રો અને પ્રજાજનોને ઉત્સાહપૂર્વક સ્વયંમ ભુ જોડાયા હતા, આ “પોથીયાત્રા”ના સન્માન સમર્થનમાં નાના મોટા ભાઈઓ બહેનો ઉત્સાહ ભેર હાજરી આપી હતી આ પોથી યાત્રા ને સફળ બનાવવા દરેક નાના-મોટા વેપારીઓ ધંધાર્થીઓ સવારથી અર્ધો દિવસ સ્વૈછિક રીતે દુકાનો બંધ રાખી આ પોથીયાત્રામાં જોડાયા હતા અને સનાતન ધર્મના આ સાર્વજનિક કાર્યમાં સહયોગ આપ્યો હતો
આ પોથી યાત્રા શહેર ના મૂખ્યો માર્ગો પર નીકળી હતી અને યુવાનો દ્વારા સરબત સરબતની વ્યવસ્થા રાખવા માં આવી હતી
અંત માં શ્રી બલરાજપુરી ગુરૂ શ્રી માયાપુરી તેમજ “ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ" સમિતિ દ્વારા કથાનું રસપાન તેમજ પ્રસાદી લેવાનું જણાવ્યું હતું
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.