બાલાસિનોર પત્રકાર એશોસિયન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું બાલાસિનોર પત્રકાર એશોસિયન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
બાલાસિનોર પત્રકાર એશોસિયન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
બાલાસિનોર તાલુકાના ડોડીયા ગામના તલાટી સરકારી કામો કરાવવા આવતા અરજદારો પાસેથી રૂપિયા આપે તોજ કામ કરવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી જેમાં ગ્રામજનોનો અવાજ તંત્ર સુધી પોહચાડવા પત્રકારોનો સંપર્ક કર્યો હતો અને ગ્રામજનોની સમસ્યાને વાચા આપતો લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે બાબતે તલાટી ભુરસિંહ કે ઠાકોર દ્વારા પોતે સ્વચ્છ છબી ધરાવતા હોય તેમ વકીલ દ્વારા નોટિસ આપતા સમગ્ર પત્રકાર સઘઠન એકત્ર થઇ મુખ્યમંત્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું હતું.
બાલાસિનોર પત્રકાર એશોસિયનના પ્રમુખ કૃણાલભાઈ ભાવસાર ની આગેવાનીમાં નાયબ કલેકટર,મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારી અને બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે બાલાસિનોર તાલુકામાં આવેલી ડોડીયા - સિમડિયા ગ્રામ પંચાયતના રહેવાસીઓ પાસેથી ડોડીયા ગ્રામ પંચાયતના તલાટી ભૂરસિંહ કિરણસિંહ ઠાકોર દ્વારા ગ્રામ પંચાયતમાં સરકારી કામ તેમજ સરકારી લાભ લેવા માટે આવતા અરજદારો પાસેથી રૂપિયાની માંગણી કરી રૂપિયા આપે તોજ કામ કરવાનું નહીતો અરજદારોને ધક્કા ખવડાવતા ડોડીયા - સિમડીયા ગ્રામ પંચાયતના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જે બાબતે સમગ્ર ઘટના તંત્ર સુધી પોહચે અને આવા ભ્રષ્ટાચારી તલાટી સામે પગલાં લેવામાં આવે તે હેતુ બાલાસિનોર તાલુકાના ગુજરાતની અસ્મિતા અખબારના પત્રકાર રાજેન્દ્રભાઈ પટેલ અને પંચમહાલ સમાચાર અખબારના પત્રકાર ભૌમિકભાઈ પટેલનો સંપર્ક કરી લેખિત અને વિડિયો મારફતે ગ્રામજનોએ તલાટી ભુરસિંહ ઠાકોરની કામ કરવાની પદ્ધતિ જણાવી હતી જે બાબતે અમોએ ૫ ઓગષ્ટ ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે બાબતે શ્રી ભુરસિંહ ઠાકોરના વિદ્વાન વકીલ રજનીકાંત સી. શર્મા દ્વારા પત્રકાર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને શ્રી ભૌમિભાઈ પટેલને સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ ખોટો કરાયો છે અને જે બદલ તલાટી ભૂરસિંહ ઠાકોરની સમાજમાં ખૂબ પ્રતિષ્ઠાને ખેદ પોહચતા રૂપિયા ૫૦ લાખનો દાવો કરવાની અરજી આપતા સમગ્ર બાબતે ભારત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે દબાવવા માટેનો પ્રયાસ કરવા આવતો હોવાની સાજીસ કરાઈ રહી છે જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે ડોડીયા - સિમડિયા ગ્રામજનોની સત્વરે મુલાકાત લઈ શ્રી ભૂરસિંહ ઠાકોર સામે ખાતાકીય તપાસ કરી યોગ્ય પગલાં ભરવા આમરી માંગણી અને લાગણી છે સાથે આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મુલાકાત સમય લઈને રૂબરૂ મળવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.