વાહનચાલકોને બે-બે મહિને મળે છે ડ્રાઈવિંગ લાઇસન્સ
રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓમાં છેલ્લા ઘણા મહિનાઓથી સ્માર્ટ કાર્ડની અછત પ્રવર્તી રહી છે. રાજકોટ આરટીઓમાં પણ ધીમી ગતિએ છૂટક સ્માર્ટ કાર્ડની સપ્લાય ચાલે છે જેના પગલે વાહનચાલકોને બે-બે મહિને ડ્રાઈવિંગ લાઇસન્સ મળી રહ્યાં છે. પાકા લાઇસન્સના અભાવે લોકો હાલ ઈ-લાઇસન્સથી કામ ચલાવી રહ્યાં છે. અગાઉ જૂન-જુલાઈ બે માસમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપનારા 8 હજાર જેટલા વાહનચાલકના લાઇસન્સ કાર્ડના અભાવે છાપવાના પેન્ડિંગ હતા. ત્યારબાદ જેમ જેમ સ્માર્ટકાર્ડની સપ્લાય શરૂ થઇ તેમ પ્રિન્ટિંગ કામગીરી શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.