માળીયા હાટીના ખાતે હાટી ક્ષત્રીય સમૂહ લગ્ન ગ્રાઉન્ડ માં સરપંચ સંમેલન યોજાણુ - At This Time

માળીયા હાટીના ખાતે હાટી ક્ષત્રીય સમૂહ લગ્ન ગ્રાઉન્ડ માં સરપંચ સંમેલન યોજાણુ


જૂનાગઢ જિલ્લા માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાલ સરપંચ સંમેલન માળીયા તાલુકા માં યોજવામાં આવ્યું જ્યારે આ સંમેલન માં કૉંગ્રેશ તેમજ આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા ભાજપ ના ખેસ ધારણ કરવામાં આવ્યા

2 તાલુકા પંચાયત સદસ્ય અને 5 સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યોકરો જોડાયા

હાલ જો વાત કરવામાં આવે તો થોડા સમય થી સમગ્ર ગુજરાત માં રાજકારણ માં ગરમાવો જોવા મળી રહીયો છે જેમાં સમગ્ર ગુજરાત માં ભાજપ નું વર્ષસવ રહેલું છે તેમજ હંમેશા કોંગ્રેશ અને ભાજપ વચ્ચે રાજકીય માહોલ ગરમાતો હતો પરંતુ હાલ કેન્દ્ર માંથી કેજરીવાલ ની સરકાર ગુજરાત માં એક્ટિવ થતા ની સાથે જ રાજકીય માહોલ વધુ ગરમાયો છે ત્યારે સમગ્ર ગુજરાત માં હાલ આમ આદમી પાર્ટી ડોર to ડોર પ્રયાસ કરવામાં આવી રહિયા છે તેમજ લોકો ને મફત યોજનાઓ વિશે પ્રલોભનો પણ આપવામાં આવી રહિયા છે ત્યારે આજે ભારતીય જનતા પક્ષ દ્વારા જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં સમગ્ર તાલુકા ના ગામડાઓ ના સરપંચો અને લોકોનો સંમેલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોતમ રૂપાલા ની ખાસ ઉપસ્થિતિ રહી હતી જેમની હાજરી માં કૉંગ્રેશ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ ના ખેસ ધારણ કર્યા હતા

સરપંચ સંમેલન માં કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલા ,પ્રદેશ મહામંત્રી સંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી જૂનાગઢ જિલ્લા ધવલ દવે, જુનાગઢ જીલ્લાના સંસદ રાજેશ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ , જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ , તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સીસોદીયા,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, સહિતના આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.