જસદણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ માંથી પાવર ચૉરતા તત્વો સાવધાન પૉલીસ ફરિયાદ થછૅ પાવર ચોરી પકડવા અને તુરંત સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવા ચીફ ઑફીસર રાજુ શૅખનૉ વટ હુકમ
જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તારીખ 31 ના રોજ હુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ઍક થી સાત વૉર્ડ મા સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ તેમજ પાવર ચોરી અટકાવવાની કામગીરી કરવા વિવિધ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે ચીફ ઓફિસર રાજુભાઈ શેખ ના આદેશ મુજબ જસદણ શહેરના વોર્ડ નંબર એક થી સાત માં આવેલ સ્ટ્રીટ લાઈટો રીપેરીંગ તેમજ સ્ટ્રીટ લાઇટના પોલ પરથી થતી પાવર ચોરી અટકાવવા માટે વિવિધ કર્મચારીઓને ઓર્ડર સાથે આદેશ કરવામાં આવ્યો છે ઓર્ડરમાં જણાવ્યું છે કે દરેક વાયરમેન ગંભીરતાપૂર્વક કામગીરી કરે જે તે વિસ્તારમાં લાઈટ બંધ હોય તેને તત્કાલ રીપેર કરી ચાલુ કરવી તેમજ મળેલ ફોલ્ટ ની ફરિયાદ તાત્કાલિક નિકાલ કરવા પ્રયત્ન કરવો અને જે તે વિસ્તારમાં કોઈ આસામી દ્વારા નગરપાલિકાની લાઈટ માં પોલ ઉપરથી પાવર ચોરી થતી હોય તો તે બાબતે તુરંત જાણ કરવા તથા પાવર ચૉરી કરતા ઇસમો સામૅ પૉલીસ ફરિયાદ કરવા હુકમ કરેલ છે આ બાબતે તારીખ વાઇઝ વિવિધ કર્મચારીઓની નિમણૂક કરીનૅ કડક રીતૅ પાલન કરવા સુચના આપી છે.
નરૅશ ચૉહલીયા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.