ઇસનપૂર પોલીસે ટૂર્સ એન્ડ ટાવેલ્સની આડમાં હજયાત્રી ઓ ના રૂપિયા ચાંઉ કરી નાશી ગયેલ સજા પડેલ આરોપીને શોધી જેલ હવાલે કર્યો. - At This Time

ઇસનપૂર પોલીસે ટૂર્સ એન્ડ ટાવેલ્સની આડમાં હજયાત્રી ઓ ના રૂપિયા ચાંઉ કરી નાશી ગયેલ સજા પડેલ આરોપીને શોધી જેલ હવાલે કર્યો.


અમદાવાદ પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નર "જે" ડીવીઝન નાઓએ નામદાર કોર્ટ દ્રારા જેલની સજા થયેલ હોય તેવા જેલ વોરંટના આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ સુચના આધારે ઈસનપુર પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સુર્યનગર પોલીસ ચોકી ઇન્સચાર્જ પો.સબ.ઇન્સ.તથા સ્ટાફના માણસો દ્રારા સજા પડેલ આરોપીને સોધી કાઢવા અને પ્રયત્નશીલ થવા સુચના કરેલ,

ઉચ્ચ અધિકારીઓ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ સુર્યનગર પોલીસ ચોકી સ્ટાફના માણસો અ.પો.કો. વરજાંગભાઈ ગોવિંદભાઈ બ.નં-૧૦૪૨૦ તથા અ.પો.કો. યોગેશકુમાર નટવરભાઈ બ.નં - ૧૨૭૫૨ નાઓ દ્વારા હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સપોર્ટ આધારે જે આરોપી સને - ૨૦૧૩ ના વર્ષમાં ફરીયાદી પાસેથી હજ કરવા માટે રૂ ૫,૨૫,૦૦૦/- ની રકમ લઈ હજ કરવા નહી મોકલી જે રકમના ફરીયાદી નાઓને ચેક આપી ઓફીસ બંધ કરી ભાગી ગયેલ હોય જેઓને જ્યુડીશીયલ મેજી.ફ.ક. કોર્ટ જામ ખંભાળીયા નાઓએ ફોજદારી કેસ નં - ૫૪ /૨૦૧૬ થી કેસ ચાલી જતાં આરોપીઓને ૧૦ માસની કેદ તથા ચેકની રકમ ૫,૨૫,૦૦૦/- ભરપાઈ કરવા ની સજા કરેલ હોય જે આરોપી છેલ્લા બે વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારૂ ભાગતા ફરતા આરોપી ગુલામમુસ્તુફા અબ્દુલરહીમ શેખ (હાજી બાવા) ઉ.વ.૭૬ રહે-મ.નં-જી/૬ ,ગ્રાઉન્ડ ફ્લોર આઇકોન દાણીલીમડા ચાર રસ્તા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં દાણીલીમડા ચાર રસ્તા અમદાવાદ નાઓને ગત તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ.૨૦ : ૦૦ કલાકે શોધી કાઢી જામનગર જીલ્લા જેલ ખાતે કેદ રહેવા પોલીસ જાપ્તા સાથે મોકલી આપી કામગીરી કરવામા આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-

(૧) પોલીસ સબ ઇન્સ. આઇ.એસ.પઠાણ

(૨) અ.હે.કો.દિનેશકુમાર ભગાભાઈ બ.નં-૫૯૩૦

(૩) અ.પો.કો. વરજાંગભાઈ ગોવિંદભાઈ બ.નં-૧૦૪૨૦

(૪) અ.પો.કો. યોગેશકુમાર નટવરભાઈ બ.નં૧૨૭૫૨

(૫) અ.પો.કો.હરેશભાઈ ભોપાભાઈ બ.નં-૧૨૩૮૦.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.