જામનગર તાલુકાના ઢંઢા ગામમાં દલિત બુઝુર્ગ પર હુમલો કરી હડધૂત કરાયા - At This Time

જામનગર તાલુકાના ઢંઢા ગામમાં દલિત બુઝુર્ગ પર હુમલો કરી હડધૂત કરાયા


- જામનગરમાં કડિયા કામ કરી રહેલા એક યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદજામનગર,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારજામનગર શહેર અને જામનગર તાલુકાના ઢંઢા ગામમાં મારામારીના બે બનાવો બન્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જામનગર તાલુકાના ઢંઢા ગામમાં અશોક સિંહ નામના વ્યક્તિના મકાનના બાંધકામના સ્થળે ગઈકાલે બબાલ થઈ હતી. જ્યાં મજૂરી કામ માટે ગયેલા લાલપુર તાલુકાના ગલ્લા ગામના ખીમજીભાઈ ટાભાભાઈ પરમાર નામના ૬૫ વર્ષના દલિત શ્રમિક બીઝુર્ગને તેજ ગામના મહેન્દ્રસિંહ સોઢા નામના શખ્સે હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ દલિત જ્ઞાતિના હોવાથી તેઓને હડધુત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. ફરિયાદી ખીમજીભાઇ પરમાર કે જેઓએ કડિયા કામ રાખ્યું હતું, અને કામકાજ કરી રહ્યા હતા. જે દરમિયાન આરોપીએ કહ્યું હતું કે આ કામ અમારું છે, તમે શું કામ કરો છો, તેમ કહી મારકુટ કરી હડધુત કર્યા હતા. જે મામલે એસ.ટી.એસ.સી. સેલના ડીવાયએસપી  વધુ તપાસ ચલાવે છે. આ ઉપરાંત મારામારી નો બીજો બનાવ જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં બન્યો હતો. જ્યાં રહેતા કલ્પેશ જેઠાભાઈ મકવાણા નામના યુવાન પર કડિયા કામની મજૂરીના પ્રશ્નને ઋત્વિક ઉર્ફે રાહુલ તેમજ વેગડ દ્રવિડ નામના બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અપાઇ છે. જેથી પોલીસે ૧૦૦ નંગ દારૂના ચપટા કબજે કરી લઈ વૈભવ રમેશભાઈ ચતવાણીની અટકાયત કરી લીધી છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.