ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે રઘુવંશી સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી
તા:19 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાનાં મંદિરએ કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમી નિમિત્તે લોહાણા રઘુવંશી સમાજ દ્વારા અને રઘુવંશી સમાજના યુવા મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે ગુજરાત ભરમાં કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમી નિમિત્તે શ્રાવણ માસમાં હિન્દુ ધર્મનાં નિયમ મુજબ અનેક જગ્યાઓએ રંગે સંગે ડીજેના તાલ સાથે શોભા યાત્રાઓ કાઢીને કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ગુજરાતભરમાં ઘામધુમથી ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે જ્યાં કૃષ્ણ જન્મભૂમિ દ્વારકામાં આવેલી છે જેથી દ્વારકાધીશ તરીકે ઓળખાય છે જેમને આજે પણ જીવિત રાખવા માટે ગુજરાત ભરનાં એક એક ગામડાઓમાં આજે કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમીમાં ઉજવણી કરીને આજે કૃષ્ણ જન્મ દિવસ મનાવામાં આવે છે
જેમાં શ્રદ્ધા સાથે આસ્થા સાથે અનેક જગ્યાઓએ વડીલો માતાઓ બહેનો નાનાં બાળકો કૃષ્ણ ભગવાનની રથયાત્રામાં તેમજ શોભાયાત્રામાં જોડાઈને કૃષ્ણ ભગવાનના આશીર્વાદ લઈને આજે એક ઉદાહરણ પણ અમર રાખ્યું છે કૃષ્ણમ વંદે જગતગુરુ આજે પણ આ સુત્ર સાર્થક બનાવ્યું છે જેમાં અનેક હિન્દુ સમાજનાં યુવા સંગઠનો પણ આ શોભાયાત્રામાં જોડાઈને આજે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવે છે જેમાંમાં ઉના તાલુકામાં મહાકાલેશ્વર મંદિરે ભવ્ય મેળો યોજાયો હતો જેમાં સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં અને કૃષ્ણ ભગવાનની પાલખી કાઢીને જેમાં બેન્ડ પાર્ટી સાથે કુંભારવાડા થી હવેલી સુધી વાજતે-ગાજતે મહિલાઓ રાસ ગરબા સાથે ગોવર્ધનથ નાથજી મહાકાલેશ્વરનાં મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં મહાદેવને મહાકાલ ઉજજૈન શણગારથી શણઞારીને આરતી પ્રાર્થના કરીને ભક્તોએ દર્શન કરીને આશીર્વાદ લીધા હતાં
જેમાં ડોળાસા ગામે જલારામ મંદિરે રઘુવંશી સમાજ દ્વારા રાત્રે 10 વાગ્યે ભજન કિર્તન કૃષ્ણ ધૂન રામધુન ઞવડાવીને આનંદથી ઉત્સવ મનાવ્યો હતો જેમાં મધ્યસ્થ રાત્રે 12 વાગ્યેને જન્માષ્ટમીની મધ્યસ્થ રાત્રેએ કૃષ્ણ જન્મ ઉજવણી કરીને રઘુવંશી સમાજ અને રઘુવંશી સમાજના અગ્રણીઓ યુવા સંગઠન દ્વારા ધામધૂમથી જન્માષ્ટમીમાં કેક કાપીને રઘુવંશી સમાજ દ્વારા કૃષ્ણ જન્મ દિવસ ઉજવ્યો હતો જેમાં અનેક આગેવાનો મહાનુભાવો રઘુવંશી સમાજનાં યુવાનો ઉત્સાહ સાથે જોડાયા હતાં
પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.