ડભોઇ – માંડવા ગામ પાસે ત્રિપલ અકસ્માત
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
આજરોજ વહેલી સવારે પાદરાના ઘાયજ ગામના પરિવારજનો લક્ઝરી બસ મારફતે વિધિ વિધાન માટે ચાંદોદ યાત્રાધામ ખાતે આવતા હતા તે સમય દરમિયાન અચાનક આ માંડવા ગામ પાસે બે ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં 20 થી વધારે લોકો થયા ઇજાગ્રસ્ત - ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા
બે ઇકો ગાડી અને લક્ઝરી વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા 20 જેટલા લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. જેમાં ત્રણ જેટલા બાળકોનો પણ સમાવેશ થયો હતો. આ સમગ્ર ઘટના બનતા જ તંત્ર પણ તાત્કાલિક સ્થળે દોડી બચાવ કામગીરી આરંભી હતી. આસપાસના રહીશો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી 108 ને પણ કોલ કર્યો હતો.
ઘટનાને લઈને જિલ્લા કલેકટર બચાવ કામગીરીમાં જોડાયા.
આજે વહેલી સવારે માંડવા ગામ પાસે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં 20 થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે ઘટનાની જાણ જિલ્લા કલેકટર એ.બી.ગોરને થતા તેઓ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી બચાવ કામગીરીના આરંભી હતી. અને આરોગ્ય વિભાગના તંત્રને સૂચનાઓ આપી દેવામાં આવી હતી. સમગ્ર ઈજાગ્રસ્તોને મોટા ફોફળિયા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
108 સમયે ન આવતા ખાનગી વાહનો નો લેવાયો સહારો
સમગ્ર ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 ને કોલ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં બીજા ગ્રસ્ત લોકો રોડ ઉપર બેસી ગયા હતા. પરંતુ ઈજાગ્રસ્તો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ 108 દોઢ કલાક સુધી ઘટના સ્થળે આવી ન હતી અને ઈજાગ્રસ્તો એ સ્થાનિક વાહનોનો સહારો લઈ સારવાર અર્થે મોટા ફોફળિયા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.