બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆત સફળ - At This Time

બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆત સફળ


બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆત
સફળ

હવે ગુજરાતમાં પણ થશે મસ્ક્યુલર-DISTROFI(DMD)ના દર્દીઓની મફત સારવાર

બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને ગુજરાતમાં નાના બાળકોને થતો મસ્ક્યુલર-DISTROFI(DMD)તારીકે ઓળખાતો બાળકોનો રોગ છે જે રોગ આગળ જતા જીવલેણ સાબિત થાય છે જેની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખુબજ ખર્ચાળ અને મોંઘી હોય છે જેથી ગરીબ અને મધ્યમવર્ગ આ રોગનો ઈલાજ કરાવી શકતા નથી જેના અનુસંધાને બોટાદના જાગૃત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવેલી કે આવા રોગથી પીડિત દરેક બાળકોને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે,મુખ્યમંત્રી દ્વારા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆતના અનુસંધાને હવે પસી ગુજરાત રાજ્યના તમામ મસ્ક્યુલર-DISTROFI (DMD)ના દર્દીઓને મફત સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવશે તેમજ વધુમાં બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે આ તકે હું વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં માનવતાનું ઉદાહરણ મુખ્યમંત્રી દ્વારા મારી રજૂઆતને અનુંસંધાને પૂરું પાડ્યું છે જેથી ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રીનો આભાર માનું છું.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.