ધંધુકા તાલુકાના શ્રી દાદાબાપુ ધામ પચ્છમના આજનો મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક પ્રવાસ કાર્યક્રમ યોજાશે.
જય દાદા બાપુ પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક શ્રી વિજયસિંહ બાપુ મહંત શ્રી દાદાબાપુ ધામ પચ્છમ ભાલ નો તારીખ 8/ 3 /2024 મહાશિવરાત્રીનો ધાર્મિક પ્રવાસ કાર્યક્રમ
સવારે ૮ વાગ્યે ગુંજાર મુકામે પધારશે જ્યાં પૂ.બાપુ નું સામૈયા કરી સ્વાગત કરવામાં આવશે તેમજ ગુંજાર ગામેથી 108 ભાવિક ભક્તજનો દ્વારકા પગપાળા ચાલી અને સંઘ લઈને જવાના છે.તેના રથ માં ઠાકોરજી ની ચિત્ર પ્રતિમા ની આરતી ઉતરશે . એને પગપાળા દ્વારિકા જનાર ભક્તજનો ને યાત્રા પ્રવાસની શુભેચ્છા અને આશીર્વાદ આપી અને યાત્રા પ્રવાસ માટે જવા દાદાબાપુ ધામ તરફથી દરેક પગપાળા યાત્રિક ને ઠાકોરજીનું પ્રતીક એવું મોરપીંછ અર્પણ કરી અને યાત્રાને પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુ પ્રસ્થાન કરાવશે..ત્યાર બાદ ગુંજાર થી નીકળી અને પૂજ્ય બાપુ ચંદરવા ની બાજુમાં આવેલ વેજલકા ગામે સવારે ૯:૦૦ પહોંચશે જ્યાં મહાશિવરાત્રી હોવાથી બાવન ગજની ધજા વેજલકા થી ભીમનાથ મહાદેવ જે જવાની છે એ 52 ગજની ધજાની 151 ગાડી સાથેની શોભા યાત્રામાં પૂજ્ય બાપુ જોડાશે. અને એ શોભાયાત્રા વેજલકા થી ભીમનાથ મહાદેવ પહોંચશે ભીમનાથમાં પૂજ્ય બાપુનું ભવ્ય સ્વાગત થશે અને ત્યાંથી ધજાનું પણ ભવ્ય સ્વાગત થશે અને 52 ગજની ધજા મહાશિવરાત્રી નિમિત્તે 11:00 વાગે ભીમનાથ મહાદેવના ધર્મધ્વજ આરોહીત થશે તે પવિત્ર પ્રસંગમાં હાજરી આપશે ઉપસ્થિત રહેશે
બપોરે ૧૧:૪૫ વાગે પાર્થેશ્વર (પાવઠિ) પાણવી તા.વલ્લભીપુર મહા શિવરાત્રી ની બપોર ના પ્રહર ની આરતી માં સામેલ થશે
૨:૩૦ વાગે નાનીમાળ તા.પાલીતાણા શ્રી કૈલાશ ધામ (બાર જ્યોતિ્લિંગ) નાની માળ મુકામે મહા શિવરાત્રી મહોત્સવ અને મંદિર પુનઃ નિર્માણ મહોત્સવ ના મહોત્સવ માં સામેલ થશે. સાંજે ૬:૧૫ વાગે ચંદરવા તા.રાણપુર મુકામે પરમાર પરિવાર આયોજિત જગદંબા હરસિદ્ધ માતા ના શક્તિ આરાધના નાં પાવન પ્રસંગે નવરંગા માંડવા માં પ્રેરક ઉપસ્થિતી રહેશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.