પુખ્ત વય ની યુવતી ના પ્રેમ સબંધો ની જાણ થતા મામા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી ભાણકીના સંતાડી દીધેલ ડોક્યુમેન્ટ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા પરત અપાવવા આવ્યા
મામા એ ભાણકી ના ડોક્યુમેન્ટ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની સમજાવટ દ્વારા પરત આપેલ ગુજરાત સરકાર મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ હોય અને હર હંમેશ મહિલાઓ ની મદદ કરવા તત્પર હોય ત્યારે અરજદાર રૂબરૂ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર રૂબરૂ અરજી આપવા આવેલ અરજદાર નુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ માતા પિતા ની આર્થિક પરી સ્થિતિ ના લીધે મામા ના ઘરે રહેતા હતા 12 ધોરણ સુધી નો અભ્યાસ કરેલ હોય ત્યાર બાદ તેઓ પાર્લર નુ કામ કરતા હતા અરજદાર પુખ્ત વયના હોય અને તેમને તેમની જ જ્ઞાતિના જ યુવક સાથે છેલ્લા પાંચ વર્ષ થી પ્રેમ સબંધ હોય અને બંન્ને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હોય જેથી યુવતી એ તેની પસંદ ના યુવક સાથે લગ્ન કરવાનો નો પ્રસ્તાવ ઘરે રજુ કરેલ મામા દ્વારા યુવતીની વાત અવખોડી હડધૂત કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારવા લાગેલ ત્યાર બાદ યુવતિ ના તમામ જરૂરી આધાર પુરાવા લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ પાન કાર્ડ બેન્ક ની પાસ બુક ચૂંટણી કાર્ડ 1 થી 12 ધોરણ ની તમામ માર્કશીટ એ. ટી. એમ , આયુષ્ય માન કાર્ડ બધું જ લઇ સંતાડી દીધેલ અને યુવતી ને દબાવણી બતાવવા મા આવતી જેથી અરજદાર એ 181 હેલ્પલાઇન ની મદદ મેળવેલ મામા દ્વારા સ્થળ પર ડોક્યુમેન્ટ આપવાની ના કેહતા 181 ના કાઉન્સેલર દ્વારા બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મા અરજી કરવાની સલાહ આપતાં બીજા દિવસે અરજદાર રૂબરૂ સેન્ટર પર આવેલ ત્યાર બાદ અરજદાર ના મામા ને રૂબરૂ સેન્ટર પર બોલાવ્યા મહિલા લક્ષી કાયદાઓ વિષે લગ્ન વિષે તેમજ ડોક્યુમેન્ટ બાબત ની કાયદેસર ની પ્રક્રિયા વિષે જણાવેલ કાઉન્સેલર ની દરમ્યાન ગિરી દ્વારા લાંબા ગાળા ના કાઉન્સેલિંગ દરમ્યાન અરજદારના મામા દ્વારા તમામ ડોક્યુમેન્ટ તેમ જ અરજદાર ના 15 હજાર રોકડ રકમ પરત કરવા તૈયાર થયેલ અરજદાર ને તેમના તમામ ડોક્યુમેન્ટ ઝડપી મળતા કાઉન્સેલર રીનાબેન વ્યાસ તેમજ રિંકલબેન મકવાણા નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.