રામાપીર ચોકડી પાસે યુવકને પાનના ધંધાર્થીએ ધોકા વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો
રૈયાધારના ઇન્દિરાનગરમાં રહેતા કૌશલભાઇ નીતીનભાઇ મકવાણા(ઉ.વ.20)એ ફરિયાદમાં અજય બોરીચાનું નામ આપતા તેમની સામે એટ્રો સીટી સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે. કૌશલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ અને સોમનાથ સર્વિસ સ્ટેશન ખાતે ગાડી વોશીંગ નુ કામ કરી મારા પરિવાર નુ ગુજરાન ચલાવુ છુ.તા.11/09 ના બપોરના આશરે હું બાઇક લઈ હું સોમનાથ સર્વિસ સ્ટેશન થી મારા ઘરે જમવા જતો હતો ત્યારે રસ્તામા રામાપીર ચોકડી ફાયરબ્રીગેડ પાસે આવેલ ક્રીષ્ના પાન વાળા અભયભાઇ બોરીચા(રહે.રાજકોટ વાળા) જે મને ઓળખતા હોય તેને મને તેની દુકાન પાસે બોલાવ્યો હતો.
જેથી હું ક્રિષ્ના પાન રામાપીર ચોકડી પાસે ઉભો રહેલ અને પુછેલ કે બોલો અભયભાઇ શું કામ છે જેથી તેને મને જણાવેલ કે મારૂ બુલેટ સર્વિસ મા લઈ જવાનુ છે.જેથી મે તેને જણાવેલ કે હાલ મારે ઘરે જવુ છે અને પછી હું બુલેટ સર્વિસ માટે લઈ જઈશ તેમ જણાવેલ જેથી તેને મને જણાવેલ કે આજને આજ બુલેટ સર્વિસ માટે તારે લઈ જવાનું છે.જેથી મે ના પાડેલ અને જણાવેલ કે આજનુ નક્કી નહિ
પછી હું તમારૂ બુલેટ સર્વિસ મા લઈ જઈશ.જેથી તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને જણાવેલ કે તુ કેમ મારૂ બુલેટ સર્વિસમા નથી લઈ જતો હું પણ જોવુ છુ તેમ કહિ મને ગાળો દેવા લાગ્યા તેમજ ઢીકાપાટુ નો માર માર્યો બાદ તેમની દુકાનમાંથી પ્લાસ્ટીક નો ધોકો કાઢી મારમારી જ્ઞાતિ પ્રત્ યે અપમાનિત કર્યા હતા.બાદમાં હું વધુ મારની બીકે ત્યાંથી સીધો મારા ઘરે જતો રહ્યો અને ઘરે જઈ વાત કરી બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.