પ્રાકૃતિક ખેતી થકી આર્થિક સમૃદ્ધ બનતા અશોકભાઇ*
*પ્રાકૃતિક ખેતી થકી આર્થિક સમૃદ્ધ બનતા અશોકભાઇ*
-----------
*હડમતિયાના ખેડૂત અશોકભાઇએ પ્રાકૃતિક કેરીના માધ્યમથી
૪૫ હજારના ખર્ચે રૂ.૧૦ લાખનું ઉત્પાદન મેળવ્યું*
-----------
*પુસ્તકોમાંથી માહિતી અને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી સારી એવી આવક મળતી થઇ*
----------
*મા કૃપા મેંગા ફાર્મની પ્રાકૃતિક કેરી અને તેના રસનું પેકીંગ કરી બજારમાં વેચાણ*
-----------
ગીર સોમનાથ તા.૦૨, તાલાલા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત અશોકભાઇ નાથાભાઇ અમીપરાએ પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું છે. તેમણે પ્રાકૃતિક ખેતીની તાલીમ અને પુસ્તકોમાંથી માહિતી મેળવી લોકોને સારી કેરી આપવા અને સારી ઉત્પાદન મેળવવાના આશયથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
છેલ્લા ૯ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા અશોકભાઇએ માત્ર ૪૫ હજારના ખર્ચે રૂ.૧૦ લાખનું ઉત્પાદન મેળવ્યું છે. પોતાના જ મા કૃપા મેંગો ફાર્મની પ્રાકૃતિક કેરી અને તેના રસનું પેકીંગ કરી બજારમાં વેચાણ પણ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી કરતા અશોકભાઇએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ વર્ષ ૨૦૧૪માં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિર કરી હતી. તેમાથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી સાથે પ્રાકૃતિક ખેતીની અન્ય તાલીમો અને પ્રાકૃતિક ખેતીના પુસ્તકો દ્વારા માહિતી મેળવી કેરીના બગીચામાં રસાયણિક ખાતર-દવા બંધ કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. છેલ્લા ૯ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે કેરીમાં વધુ ઉત્પાદન મેળવી રહ્યો છું.
તેમણે વધુમાં કહ્યું કે, રસાયણિક ખેતીથી ખેતી ખર્ચ વધી જતો તેમજ ધીમે ધીમે ઉત્પાદન પણ ઘટવા લાગ્યું હતું. સાથે જમીન અને પાણીનો પ્રશ્ન આવતો, જૈવિક તત્વોનો નાશ થતો હતો. પ્રાકૃતિક ખેતીની શરૂઆત ૧૨ વિઘા જમીનમાં કરી તેમાં મિશ્ર પાકમાં કઠોળ તેમજ શાકભાજીનું વાવેતર કર્યું હતું.
ખેત ઉત્પાદનોનું મૂલ્યવાર્ધન કરી વેચાણ પણ કરવામાં આવે છે તેમજ પ્રાકૃતિક કેરી અને તેના રસનું પેકિંગ કરીને બજારમાં વેચાણ કરવાથી ૪ ગણું વધારે ઉપજનું મૂલ્ય મળે છે અને તેના લીધે મારી આવક બમણી થઈ છે.
આંબામાં આછાચ્દન, જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત તેમજ પ્રાકૃતિક દવાઓના ઉપયોગથી પાક તેમજ જમીનમાં ઉત્પાદન, ગુણવતામાં સહિતમાં સુધારો જોવા મળ્યો છે. જમીનમાં સેંદ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની છે. જમીનમાં અળસિયા, જાડ પર મધપૂડા જોવા મળે છે.
જ્યારે રસાયણિક યુક્ત ખેતી કરવામાં આવતી ત્યારે ૧.૫૦ લાખના ખર્ચે માત્ર ૭.૫૦ લાખનું ઉત્પાદન થતું એટલે કે નફો માત્ર રૂા.૬ લાખ રહેતો પરંતુ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે તો માત્ર રૂા.૪૫ હજારના ખર્ચે સામે રૂા.૧૦ લાખનું ઉત્પાદન થયું છે. આથી ઓછા ખર્ચે કુલ ૯.૫૫ લાખ રૂપિયાની આવક થઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.