રાજકોટ : રામનાથપરામાં માતાજીના મંદિરમાં રૂ.47 હજારની ચોરી - At This Time

રાજકોટ : રામનાથપરામાં માતાજીના મંદિરમાં રૂ.47 હજારની ચોરી


શહેરમાં તસ્કરો જાણે રાત્રિના સમયે બેફામ થયા હોય તેમ અનેક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હવે ચોરોએ ચોરી કરવામાં ધાર્મિક સ્થળોને પર છોડ્યા નથી.ત્યારે શહેરમાં રામનાથ પરા વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાંથી દસ કરો રૂપિયા 47,000 નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.

લુખ્ખા ચોરો મંદિરમાંથી ઘીની બરણી અને તેલના ડબ્બા પણ ઉઠાવી ગયા જ્યારે 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી એકમાં આવેલા બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 44 હજારની માતા ઉઠાવી ગયા હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં થતા સ્ટાફે ગુનો નોંધી તપાસ કરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ ગઈ તા.7 અને 8ની રાત દરમિયાન રામનાથ પરા વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં તસ્કર મંદિરનો દરવાજો ખોલી દાનપેટીમાંથી રૂા.35 હજાર રોકડા, મંદિરની મૂર્તિ આગળ રહેલા પિત્તળના ચાર દિવેલીયા, ચાર ચાંદીના છતર, ઘીથી ભરેલી સ્ટીલની બરણી અને પાંચ લીટર તેલના બે કેન, ચોરી કરી ગયા હતા. જે અંગે કરણભાઈ રતીભાઈ ગમારાએ ગઈકાલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.