બજરંગવાડીના સમીરે ગેલેક્સી હોટેલમાં ક્રિકેટ સટ્ટો રમવા રૂમ બુક કરાવ્યો’તો
શહેરનાં જવાહર રોડ પર આવેલી ગેલેકસી હોટલમાં ઝોન-2 એલસીબીએ દરોડો પાડી ક્રીકેટ મેચ પર સટ્ટો રમતા સમીર મીનાઝ નોબી(ઉ.વ.37) (રહે,મોચીનગર-6,નંબર-6,બજરંગવાડી)ને ઝડપી તેની પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુ વિગતો મુજબ,ઝોન-2 એલસીબીનાં પીએસઆઈ આર.એચ.ઝાલા, મૌલિકભાઈ સાવલિયા, રાહુલ ગોહેલ, જયપાલસિંહ સરવૈયા અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે ગેલેકસી હોટલનાં રૂમ નંબ2.119માં દરોડો પાડી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 2માઈ 2હેલા ટી-20 મેચ પર આઈડી મારફતે સટ્ટો રમતા સમીરને ઝડપી લીધો હતો.તેની પાસેથી રૂા.10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો.સમીર રીક્ષા ચલાવે છે. પોલીસથી બચવા માટે હોટલનો રૂમ ભાડે રાખ્યો હતો.આજે સવારે તે રૂમ ભાડે રાખી પહોંચ્યો હતો. તે સાથે જ બાતમી મળતા તેને પોલીસે ઝડપી લીધો હતો.
જયારે ક્રાઈમબ્રાંચે ભક્તિનગર સર્કલ પાસેનાં ગાયત્રીનગર મેઈન રોડ 52થી ક્રીકેટ મેચ પર મોબાઈલમાં એપ મારફતે સટ્ટો રમતા મેહુલ બાબુલાલ ટકારીયા(ઉ.વ.29)ને ઝડપી લઈ રોકડ અને મોબાઈલ મળી કુલ રૂા.19,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછમાં હિતેષ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.