હિંમતનગરમાં મેડિકલ કોલેજના ડીનને INTERN ડોક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માગ માટે આવેદનપત્ર આપ્યું
હિંમતનગરમાં મેડિકલ કોલેજના ડીનને INTERN ડોક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માગ માટે આવેદનપત્ર આપ્યું
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન ગુજરાત દ્વારા ઉત્તર ગુજરાતની તમામ GMERS મેડીકલ કોલેજનાં તમામ INTERN ડોક્ટર્સ દ્વારા મેડીકલ કોલેજના ડીનને સ્ટાઈપેન્ડ વધારાની માગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે હિંમતનગમાં GMERS મેડીકલ કોલેજના INTERN ડોક્ટર્સ દ્વારા ડીનને આવેદનપત્ર આપ્યું હતું.
આ.અંગેની વિગત એવી છે કે, હાલ INTERN DOCTORને 18200 રૂપિયા માસીક વેતન રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચુકવવામાં આવી રહ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનના ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરની માગણી છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયમ અને ધારાધોરણ મુજબ દર ત્રણ વર્ષ 40% ઇન્ટર ડોક્ટરના સ્ટાઈપેન્ડમાં
વધારો કરવાની જોગવાઈ છે.
ત્રણ વર્ષની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે પણ હજુ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઇન્ટર્ન ડોક્ટર નિયમો મુજબનું સ્ટાઈપેન્ડ છેલ્લા બે મહીનાથી ચુકવાયુ નથી. જો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા કરેલ રજૂઆત આગામી સમયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોગ્ય રીતે નિરાકરણ નહી આપવામાં આવે તો ઉત્તર ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન INTERN ડોક્ટર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.