શ્રીજી યાત્રામાં ડી.જે. બંધ કરવા કહેતા ઉધના પોલીસની PCR વાન પર હુમલો - At This Time

શ્રીજી યાત્રામાં ડી.જે. બંધ કરવા કહેતા ઉધના પોલીસની PCR વાન પર હુમલો


- લોકોનો આક્ષેપ પોલીસે શ્રીજી પ્રતિમા પર ડંડો મુક્યો હતો, પોલીસનો ઈન્કાર : પોલીસ વાન પર હુમલાનો વિડીયો વાયરલ - કૈલાશનગરમાં મોડીરાત્રે નીકળેલી શોભાયાત્રામાં મહિલાઓ ડાન્સ કરતી હતી તેમાં બાજુની સોસાયટીના લોકો ઘુસતાં ઝઘડો થયો હતો સુરત, : સુરતના ઉધના બીઆરસી નજીક કૈલાશનગરમાં રવિવારે મોડીરાત્રે નીકળેલી શોભાયાત્રામાં મહિલાઓ ડાન્સ કરતી હતી તેમાં બાજુની સોસાયટીના લોકો ઘુસતાં ઝઘડો થયો હતો. કોઈકે પોલીસને જાણ કરતા પહોંચેલી ઉધના પોલીસે મામલો થાળે પાડી ડી.જે.બંધ કરવા કહેતા લોકોએ પીસીઆર વાન પર હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના બીઆરસી નજીક કૈલાશનગરમાં રવિવારે મોડીરાત્રે ગણપતિની શોભાયાત્રા નીકળી હતી.સોસાયટીના રહીશો ડી.જે. અને લાઈટીંગ સાથે ગણપતિની મૂર્તિ સ્થાપના માટે લાવી રહ્યા હોય સોસાયટીની મહિલાઓ શોભાયાત્રામાં ડાન્સ પણ કરતી હતી. તે સમયે બાજુની સોસાયટીના કેટલાક લોકો શોભાયાત્રામાં ઘુસ્યા હતા અને મહિલાઓ સાથે ડાન્સ કરવા લાગતા મામલો બીચક્યો હતો.લોકો વચ્ચે ઝઘડો થતા કોઈકે પોલીસને જાણ કરી હતી.આથી ઉધના પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો.જોકે, રાત્રીના 12.30 વાગ્યા હોય પોલીસે ડી.જે. બંધ કરવા કહેતા લોકો ઉશ્કેરાયા હતા.લોકોએ પોલીસને ગાળો ભાંડી પીસીઆર વાન પર હુમલો કરતા પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે શ્રીજી પ્રતિમા પર ડંડો મુક્યો હતો.જોકે, પોલીસે તેનો ઈન્કાર કર્યો હતો.પોલીસ વાન પર હુમલાનો વિડીયો આજરોજ વાયરલ થયો હતો. પોલીસે આ અંગે કોઈ ગુનો નોંધ્યો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.