ધંધુકા નગરપાલિકા દ્વારા મેરી માટી મેરા દેશ ફેઝ-૨ ની ઉજવણી કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકા દ્વારા મેરી માટી મેરા દેશ ફેઝ-૨ ની ઉજવણીના ભાગ રૂપે લોકોના ઘરે જઈને કળશમાં માટી એકત્ર કરવા તેમજ જાગરૂકતા ફેલાવવા માટે અમૃત કળશ યાત્રાનું આયોજન કરેલ જેમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રસિંહ ચુડાસમા, શહેર પ્રમુખ રમેશભાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી હર્ષદભાઈ ચાવડા ,પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ભદુભાઈ અગ્રાવત, ચીફ ઓફિસર સાહેબશ્રી બ્રિજરાજસિંહ વાળા, ધંધુકા પોલીસ સ્ટેશન પી. આઈ. ચૌધરી સાહેબશ્રી , તેમજ પૂર્વ ચૂંટાયેલા સદસ્યો સાથે નગપાલિકા કર્મચારીશ્રીઓ તેમજ ડી.એ. વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમાએ નગરપાલિકા ખાતેથી લીલી ઝંડી આપીને યાત્રા નુ પ્રસ્થાન કરાવ્યું હતું ત્યાર બાદ અંબાપુરા દરવાજા માળીવાડા થઈ આંબેડકર સર્કલ થઈને પુનિત સર્કલે આ કળશ યાત્રા નો કાર્યક્રમ પૂર્ણ કરવામા આવ્યો હતો
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.