માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ ભચાઉ દ્વારા લાકડિયા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું
માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ ભચાઉ દ્વારા તારીખ 14 એપ્રિલ 2024 ને રવિવાર ના રોજ લાકડીયા ધામ, લાકડીયા ગામ ખાતે સવાર નાં 9 થી 2 વાગ્યા સુઘી સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું . જેમાં શ્રી વાગડ વેલ્ફેર હૉસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ જેમાં એમ.ડી.મેડીસિન ડૉ.નીખીલેશ પટેલ,ઓર્થોપેડિક ડૉ.ભરત રાઠોડ, આંખના નિષ્ણાંત ડૉ.પાર્થ સુથાર,સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.પાર્થ ભટ્ટ, પ્રોકટોલોજિસ્ટ ડૉ.પ્રતિક વાળા, એમ.બી.બી.એસ. ડૉ.મુકેશ સથવારા, ડૉ.હિતેશ મુછડિયા અને દુઃખાવા ના નિષ્ણાંત ડૉ.પી. સી.ચાવડા દ્વારા સેવા આપવામાં આવી.આ કેમ્પ માં 400 થી વધુ દર્દીઓ ને તપાસવામાં આવ્યા અને તપાસણી બાદ 5 દિવસ ની દવા ફ્રી આપવામાં આવી. જે દર્દીઓ કાયમી દવા લેતા હોય તેવા 50 થી વધુ દર્દીઓ નું રજીસ્ટ્રેશન કરીને તેમને તે દવાઓ દર મહિને રાહત દરે ચિકિસ્તા મંદિર દ્વારા આપવામાં આવશે.દાતા પરિવાર દ્વારા કેમ્પ માં આંખ ના નોંધાયેલા 35 થી વધુ દર્દીઓ નિઃશુલ્ક ઓપરેશન કરી આપવા માં આવશે.આ કેમ્પ ની શરૂઆત દાતા પરિવાર ના શ્રી નાનજી દાદા, શ્રી વાગડ વેલ્ફેર હૉસ્પિટલ ના ચેરમેન ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ગડા, ચિકિત્સા ટ્રસ્ટ ના ચેરમેન ટ્રસ્ટી શ્રી નગીનભાઈ સાવલા અને લાકડિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સુલેમાનભાઈ ઘઘડા અને ગામ આગેવાન શ્રી બલભદ્રસિંહ જાડેજા અને ગામના સામાજિક અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામા આવી.આ આયોજન માં આધોઈ અને મનફરા ના આરોગ્ય સુપરવાઈઝર સૂર્યકાંત પરીખ અને તેમની ટીમ નો ખુબ સહયોગ રહીયો.આ કેમ્પ નું સંપૂર્ણ સંચાલન ચિકિત્સા મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.