જીવામૃત કઈ રીતે એક કલ્ચર (મેળવણ) છે? તેના વિશે જાણીએ
જીવામૃત કઈ રીતે એક કલ્ચર (મેળવણ) છે? તેના વિશે જાણીએ
જીવામૃત કોઈપણ વૃક્ષ વનસ્પતિને આપવા માટેનો ખોરાક નથી. તે તો એક અસંખ્ય જીવાણુઓનો વિશાળ ભંડાર છે. આ બધા જ સૂક્ષ્મ જીવાણુઓ જે પોષક તત્ત્વો અનઉપલબ્ધ સ્વરૂપમાં છે, તેને વનસ્પતિ લઈ શકે તેવા ઉપલબ્ધ સ્વરૂપમાં ફેરવે છે. બીજા અર્થમાં આ સૂક્ષ્મ જીવાણુ ભોજન બનાવવાનું કામ કરે છે. એટલા માટે તેને વૃક્ષ વનસ્પતિનું ભોજન નિર્માણ કરનાર અથવા રસોઈયા પણ કહી શકાય.
દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી લઈને ૫૦૦ કરોડ સુધી સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જ્યારે આપણે જીવામૃત તૈયાર કરીએ છીએ તો તેમાં આપણે દેશી ગાયના ૧૦ કિલો ગોબરને ૧૮૦ લિટર પાણીમાં ભેળવીએ છીએ. આવું કરીને આપણે ૬૦ લાખ કરોડ જીવાણુ તેમાં ઉમેર્યા છે. ૨૦ મિનિટમાં જીવાણુ પોતાની સંખ્યા બમણી કરતા હોય છે. ૭૨ કલાક પછી તેની સંખ્યા અસંખ્ય થઈ જાય છે. આ જીવામૃતને જ્યારે આપણે પાણીની સાથે જમીન ઉપર નાખીએ છીએ, ત્યારે આ જીવાણુઓ વૃક્ષ, વનસ્પતિનું ભોજન બનાવવાના કામમાં લાગી જાય છે. ભૂમિ ઉપર જતા જ જીવામૃત એક કામ કરે છે. તે જમીનમાં ૧૫ ફૂટ નીચે જઈને સમાધિમાં રહેલા દેશી અળસિયાંઓ તથા બીજા જીવજંતુઓને ઉપરની તરફ આકર્ષિત કરીને કાર્યરત કરે છે.
રીપોર્ટ- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.