મનપસંદ યુવકે પ્રેમમાં દગો દીધો: યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
જે વ્યક્તિને પ્રેમ કર્યો હોય તે વ્યક્તિ પ્રેમમાં દગો આપે બેવફા નીકળે ત્યારે બહુ આઘાત લાગે છે.ત્યારે કલકતાની યુવતીને તેના પ્રેમીએ પ્રેમમાં દગો દેતા તેમના માતા પિતાએ યુવતીના 10 મહિના પહેલા જ રાજકોટના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.યુવતીને તેમના પ્રેમી તરફથી મળેલો દગો સહન ન થતા તેમણે ગઈકાલે જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવની વધુ વિગતો મુજબ રામનાથ પરા ગરુડ ની ગરબી ચોકમાં શેરી નંબર 13 માં રહેતા અલીફાબેન કાકુનભાઈ શેખ નામના 20 વર્ષીય પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોએ 108 ને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલા 108 ના ઇએમટી બિપિનભાઈ બાવાળીયાએ પરિણીતાને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ જી.એન.વાઘેલા સહિતના સ્ટાફે કાર્યવાહી આદરી છે.
આ બનાવ અંગે બંગાળી સમાજના રાજુભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આલિફાબેન ના દસ મહિના પહેલા કાકુન સાથે લગ્ન થયા હતા કાકુન મજૂરી કામ કરે છે. આલિફાબેન ના માતા પિતા કલકત્તા રહે છે મૃતકને અગાઉ કલકત્તામાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો તે યુવકે આલીફાને તરછોડી દઈ લગ્ન કરવાની ના પાડી દેતા તેમના માતા પિતાએ રાજકોટના યુવક સાથે પરણાવી દીધી હતી.પરણીને રાજકોટ આવેલી આલીફાને પ્રેમીએ પ્રેમમાં દગો દેતા આઘાત લાગ્યો હતો જે આઘાત જીરવી ન શકતા અંતે ગઈકાલે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી આવી લીધું હતું.
બનાવ બાદ પતિ અને પોલીસે મૃતક આલીફાના કલકત્તા રહેતા માતા પિતાને બનાવની જાણ કરી હતી જેથી તેઓ પણ તુરંત રાજકોટ આવવા રવાના થયા હતા.આ અંગે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.