ગઢડા પંથકના ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું
ગઢડા શહેર સહિત ગોરડકા, ઉગામેડી અડતાળા લાખણકા તતાણા સહિતના આજુબાજુના દસ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી કાઢી સૂત્રોચાર કરી સૌની યોજના અંતર્ગત લીંબાળી ઇતરીયા અને ઘેલો ડેમમાં સિંચાઈનું પાણી છોડવા માંગ કરી હતી દસ દિવસમાં પાણી નહીં મળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના ગોરડકા ઉગામેડી અડતાળા લાખણકા તતાણા કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો દ્વારા વર્તમાન સમયમાં ઉનાળો નજીક હોવાથી અને ખેતી માટે પાણીનો અભાવ હોવાથી ખેતીના પાકને જીવત દાન આપવા માટે સૌની યોજના મારફતે ડેમ ભરવા માગણી ઉઠવા પામી છે આ સિંચાઈ નો કમાન્ડ એરીયો આશરે 1200 હેક્ટર ચો.મી જેટલો હોય તેને ઘેલો ઇતરીયા ઘેલા સોમનાથ ઘેલો લીંબાળી ડેમમાંથી કાયમી ધોરણે સિંચાઈના પાણીની સગવડ મળી રહેતી હતી પરંતુ તાજેતરના ઓછા વરસાદના કારણે ઉપર વિસ્તારમાં આવેલા ત્રણેય ડેમો ખાલી રહેલા હોઇ ત્રણેય ડેમની ઉપર સૌની યોજના લિંક ૨ પાણીની પાઇપ લાઇન પસાર થતી હોવાથી ખાલી ડેમ ભરવા માટે અવારનવાર સરકાર સમક્ષ રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધીમાં ઉપરના ત્રણેય ડેમો ભરવામાં આવેલ નથી જેના કારણે આ વિસ્તારમાં ઘઉં ચણા જીરું ઘાસ વગેરેનું વાવેતર હોવાથી અને કુવાના તળ પણ ખાલી થઈ જવાથી ઉભો પાક પણ સુકાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો અને ખેતી માટે એકમાત્ર જીવતદાન આપી શકે તેવી સૌની યોજના લિંક- ૨ મારફતે ખંભાળા સંપ માંથી તાત્કાલિક ધોરણે ઇતરીયા ડેમ ભરવામાં આવે તેવી પ્રબળ માંગ અને જરૂરિયાત ઊઠવા પામી છે ગઢડા તાલુકાના ઉપરોક્ત જણાવાઇ રહે અને ખેડૂત પરિવારના ભરણપોષણ પણ સારી રીતે થઈ શકે માલ ઢોર પશુઓ માટે પણ ઊભી થનારી કપરી પરિસ્થિતિ અટકાવવા અને પાણી વગર ખેડૂતોની મહેનત એળે જવાથી નુકસાન થવાની શક્યતા નિવારી શકાય માટે તાત્કાલિક ધોરણે ત્રણેય ડેમોમાં પાણી નાખવા માંગણી કરવામાં આવી છે આ મુદ્દે ખેડૂતો તરફથી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માટે ગઢડા મામલતદારને શહેરના બોટાદ રોડ ખાતે એકત્રિત થઈને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી ખેડૂતોની જરૂરી માગણીના સ્વીકારાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી તેમ ગઢડાના ખેડૂત અનિરુદ્રભાઈ શેકવા એ જણાવ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.