4 ફેબ્રુઆરી, “વિશ્વ કેન્સર દિવસ” ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં. શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર - At This Time

4 ફેબ્રુઆરી, “વિશ્વ કેન્સર દિવસ” ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં. શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર


4 ફેબ્રુઆરી, “વિશ્વ કેન્સર દિવસ”
‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં.
શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર

વિશ્વભરમાં “વિશ્વ કેન્સર દિવસ” (World Cancer Day) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ 1933માં “વિશ્વ કેન્સર દિવસ”ની ઉજવણી શરૂ થઈ હતી. સૌપ્રથમ “વિશ્વ કેન્સર દિવસ” વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડનાં જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.
કેન્સર એ રોગોનાં જૂથનું એક સામાન્ય નામ છે, જેમાં શરીરનાં અંદરના કેટલાક કોષો અમુક કારણોસર અનિયંત્રિત બનીને વધે છે. સારવાર ન થવાથી તે આસપાસની સામાન્ય પેશીઓમાં અથવા શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે અને તે ગંભીર બીમારી, અપંગતા અને મૃત્યુનું કારણ બની શકે છે. ભારતમાં સૌથી વધારે કેન્સરનાં કેસો પંજાબમાં જોવા મળે છે જેના કારણે ત્યાં ‘કેન્સર ટ્રેન’ પણ ચલાવવામાં આવે છે. આ પાછળનું કારણે જમીન અને પાણીનું સતત થતું પ્રદુષણ છે. આ ઉપરાંત તમાકુમાં મળી આવતું નિકોટીન, જંક ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ, જંતુનાશકો અને અન્ય હાનિકારક ઘટકો, આર્સેનિક, બેન્ઝિન, એસ્બેસ્ટોસ અને જેવા પર્યાવરણીય ઝેરી પદાર્થો, માંસાહાર જેવા પદાર્થો કેન્સરનાં જોખમો વધારે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી ! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે, નીરોગી રહેવા માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે તે પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. કેન્સરને મટાડવા માટે ‘પંચગવ્ય ચિકિત્સા’ને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયનાં ગૌમૂત્રનાં ઉપયોગથી કેન્સર મટ્યાનાં ઘણા દાખલા છે. ભારતનાં પ્રાચીન ઈતિહાસ પર નજર કરીએ તો ઋષિમુનીઓ પણ શાકાહાર કરવાની તેમજ શરીરને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદને અનુસરવા જણાવ્યું છે. ‘આયુર્વેદ’ ભારતની સંસ્કૃતિ છે. કોરોના મહામારીના જે કાળ માંથી વિશ્વ જે રીતે પસાર થઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વએ આયુર્વેદનો સ્વીકાર કર્યો છે. ચરક ઋષિનું ‘ચરક સંહિતા’ અને સુશ્રુત ઋષિનું ‘સુશ્રુત સંહિતા’ ભારતનાં આયુર્વેદિક વારસાનાં મહત્વનાં ઉદાહરણો છે.
કેન્સર એ ચેપી રોગ નથી માટે તેનાથી ગભરાવવું ન જોઈએ. સ્વસ્થ જીવનશૈલીને અનુસરવાથી આવા હાનિકારક રોગોથી બચી શકાય છે.
‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં.

- મિત્તલ ખેતાણી(


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.