સાબરકાંઠા જિલ્લામાં કારખાનેદારોએ પોતાના એકમમાં કામે રાખેલ મજૂરોની વિગત પોલીસને આપવાની રહેશે.
સાબરકાંઠા જિલ્લામાં કારખાનેદારોએ પોતાના એકમમાં કામે રાખેલ મજૂરોની વિગત પોલીસને આપવાની રહેશે.
*******
સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકાડાયેલા પરપ્રાંતિય આરોપીઓ ગુન્હાના બનાવના દિવસો અગાઉ વિવિધ કારણોસર મજૂરીકામ મેળવી ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ (મૂકામ) કરતા હોય છે અને આજુ-બાજુની પરિસ્થિતિનો સર્વે કરી ગુન્હાઓ આચરતા હોય છે. અને ગૂન્હા આચરીને ભાગી જતા હોય છે જેને કારણે આવા ગૂન્હાઓ વણશોધાયેલા રહે છે. આ સંજોગોમાં જાહેર જનતાના જાન-માલ અને મિલ્કતની સલામતી તથા સુરક્ષા માટે શ્રી ડો. રતનકંવર ગઢવીચારણ , જિલ્લા મેજીસ્ટ્રેટ,સાબરકાંઠા જિલ્લા દ્વારા જારી કરાયેલા હુકમો મુજબ, સમગ્ર જિલ્લામાં તમામ કારખાનેદારો મકાનબાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરાઉદ્યોગ, ખેતીકામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલ કામ પર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓ કારીગરો,મજુરોની હકિકત તેયાર કરી નીયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી પંદર દીવસમાં આપવાના રહેશે.આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા. ૨૩/૧૦/ ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
ઉપરોકત મુદ્દા મુજબના બાયોટેડાની સી.ડી./માહિતીનુ રજીસ્ટ્રર તૈયાર કરી માહિતી/સી.ડી. સબંધિત પોલીસ સ્ટેશનમાં રજુ કરી પહોંચ મેળવી પોતાની પાસે રાખવા આ જાહેરનામાંથી હુકમ કરાયા છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
૦૦૦૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
