સ્વતંત્રતા સપ્તાહ અન્વયે બરવાળા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી
તિરંગા યાત્રાથી શહેર રાષ્ટ્ર ભક્તિમય બન્યું
તિરંગા યાત્રા ભારત માતાકી જય... વંદે માતરમના નાદ સાથે ગુંજી ઉઠી, યાત્રામાં શહેરીજનો મોટી સંખ્યા જોડાયા
બરવાળા નગરપાલિકા દ્વારા સ્વતંત્રતા સપ્તાહ અન્વયે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી તેમજ હર ઘર તીરંગા અન્વયે યાત્રામાં જોડાયેલા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રામાં કાળુભાઈ ડાભી (ધારાસભ્ય-ધંધુકા),જગદીશભાઈ ચાવડા (પ્રમુખ બરવાળા નગરપાલિકા),ઇન્દ્રસિંહ ઝાલા (ચેરમેન કારોબારી સમિતિ બરવાળા ન.પા.), એસ.વી.ચૌધરી (પ્રાંત અધિકારી બરવાળા), સી.આર.પ્રજાપતિ (મામલતદાર બરવાળા). આર.જી.ઝાલા (ચીફ ઓફિસર બરવાળા ન.પા.).ભાવસંગભાઈ તલસાણીયા,કમલેશભાઈ રાઠોડ, ભોલાભાઈ મોરી, બળવંતસિંહ ગોહિલ, બરવાળા તાલુકાના સરકારી કચેરીના અધિકારી, કર્મચારીઓ,ન.પા.ના ચૂંટાયેલા સદસ્યો,કર્મચારીઓ,વેપારીઓ,શહેરીજનો,આગેવાનો તેમજ હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બરવાળા નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન "તિરંગા યાત્રા" કાર્યક્રમની તા.૧૩/૦૮/૨૦૨૪ સવારના ૯:૩૦ કલાકથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ તિરંગા યાત્રા બરવાળા નગરપાલિકા કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવી છત્રીચોક,વાગડીયા શેરી.રોજીદ દરવાજા,રોકડિયા હનુમાનજી થી ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી શહેરની બજારમાં ફરી નગરપાલિકા કચેરી ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સ્વતંત્રતા સપ્તાહ અન્વયે બરવાળા નગરપાલિકા દ્વારા દેશની આન બાન અને શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.જે યાત્રાનું પ્રસ્થાન કાળુભાઈ ડાભી (ધારાસભ્ય) તેમજ ઉપસ્થિત આગેવાનોના વરદ હસ્તે કરવવામાં આવ્યું હતું.તિરંગા યાત્રામાં ઉપસ્થિત સૌ શહેરીજનો રાષ્ટ્રીય મહોત્સવના રંગમાં રંગાઈ ગયા હતા.તિરંગા યાત્રામાં ભારત માતાકી જય.. વંદે માતરમ ના નારા સાથે ગુંજી ઉઠી હતી.બરવાળા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અન્વયે તિરંગા યાત્રામાં ઉપસ્થિત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સ્વતંત્રતા સપ્તાહ અન્વયે બરવાળા નગરપાલિકા દ્વારા આયોજીત તિરંગા યાત્રા કાર્યક્રમમાં શહેરીજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.