બાવળા તાલુકાના ગાંગડ જીવન શાળા તિરંગા યાત્રા યોજાઇ
બાવળા તાલુકાના ગાંગડ જીવન શાળા તિરંગા યાત્રા યોજાઇહતીભારત સરકાર ધ્વારા જાહેર કરાયેલ આઝાદીકા અમૃત મહોત્સવ અંતગૅત માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા જાહેર કરાયેલ હર ઘર તિરંગા યાત્રા અંતગૅત તિરંગા વિતરણ કાયૅક્રમ ગાંગડ જીવન શાળા ગાંગડ ખાતે અમદાવાદ જિલ્લા સદસ્ય ઈશ્વરભાઈ મકવાણા આગેવાની માં યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા સદસ્ય સિદ્ધરાજસિંહ સોઢા, ઉપપ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, ખુમાનસિંહ ચૌહાણ, જયેન્દ્રસિંહ મીરોલીયા, લાલજીભાઈ મકવાણા,ઓઘડભાઈ પગી, ભરતભાઈ પગી, ચંદુભાઈ (ચાવડા) તથા શિક્ષક ગણ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય મનોજભાઈ રાણા ધ્વારા મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરાયું હતું. તેમજ આ કાયૅક્રમના મહત્વ અંગે ઇશ્વરભાઇ મકવાણા ધ્વારા વિધ્યાર્થીઓ ને સમજ અપાઇ હતી. શાળાના વિધ્યાર્થીઓ ના હસ્તે તિરંગા વિતરણ કરાયું હતું. શાળાના ધો-૫ થી ૮ ના ૨૦૦ જેટલા વિધ્યાર્થીઓ દેશભક્તિ નારા સાથે લહેરાતા તિરંગા સાથે ભવ્ય રેલી ગાંગડ ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. ગામના લોકો દ્વારા ખૂબજ સાથ સહકાર અપાયો હતો.
રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.