હિંમતનગર ખાતે નવીન શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર
*હિંમતનગર ખાતે નવીન શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર*
******
*જિલ્લાનાં શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે તે માટે શ્રમિક અન્ન પૂર્ણા યોજના લાભદાયી નીવડશે - મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર*
***
*શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત રાહત દરે પ્રતિ ભોજન દીઠ રૂ.૫/- માં ભોજન આપવામાં આવે છે.*
**
સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ આયોજિત શ્રીમતિ સવિતાબેન માણેકલાલ રાજચંદ ગાંધી,દિગંબર જૈન સમાજવાડી,મહાવીરનગર,હિંમતનગર ખાતે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયુ હતું.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અવિરતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે ૧૫૫ કડિયાનાકા ઉપર ભોજન વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનાં શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ ચાર ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.જેમાં શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવશે. આ યોજના બાંધકામ શ્રમિકો માટે લાભદાયી નીવડશે.આ યોજના થકી જિલ્લાનાં કોઈ પણ શ્રમિકને ભૂખ્યા સૂવું નહિ પડે.
વધુમાં સંવેદનાશીલ સરકાર દ્વારા લોકકલ્યાણ માટે ધન્વન્તરી આરોગ્ય રથ યોજના, શિક્ષણ સહાય યોજના, વ્યવસાયિક રોગમાં સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ગો ગ્રીન શ્રમિક યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના જેવી યોજનાઓ અમલી છે. જેને વધુમાં વધુ જિલ્લાના શ્રમિકો લાભ લે તે અંગે જણાવ્યું હતું.
શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત ઈ- નિર્માણ કાર્ડ ધરાવતા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારનાં સભ્યોને રાહત દરે પ્રતિ ભોજન દીઠ રૂ.૫/- માં ભોજન આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાએ જણાવ્યું હતું કે સંવેદનશીલ સરકારે હંમેશા છેવાડાનાં લોકોનાં હિત માટે પ્રયત્નશીલ રહી છે. જે માટે અનેકવિધિ લોક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત જિલ્લામાં ચાર નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરી સરકારે શ્રમિકોને દિવાળીની ભેટ આપી છે.
આ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાનાં કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. તેમજ મહાનુભાવોનાં હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લામાં રાધેય સ્વીટમાર્ટ પાસે, છાપરીયા કડીયાનાકા,હિંમનગર ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે, મહાવીરનગર ચાર રસ્તા,કડીયાનાકા, હિંમતનગર ખાતે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાના હસ્તે, ભાખરીયા બસ સ્ટેન્ડ,પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે, ઇડર ટાવર ચોક,કડીયાનાકા,ઇડર ખાતે ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાના હસ્તે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનું ઉદઘાટન કરાયું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતિ ભારતીબેન એમ.પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, અગ્રણી વિજયભાઈ પંડ્યા, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.
*******
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.