શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આગ સામે રક્ષણ બાબતે લાકડિયા કુમાર પ્રાથમિક ગ્રૂપ શાળામાં બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ લાકડિયા કુમાર પ્રાથમિક ગ્રૂપ શાળામાં બાળકો દ્વારા સાત અલગ અલગ ટુકડી નિર્માણ કરીને શાળામાં આગ સામે રક્ષણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાત ટુકડી નું વિભાજન આવી રીતે કરવામાં આવ્યું હતું જેમ કે
સંદેશાવ્યવહાર ની ટુકડી, પ્રાથમિક સારવારની ટુકડી, શોધ અને બચાવ ટુકડી, સ્થળ સુરક્ષા ટુકડી, વાહનવ્યવહાર અને વ્યવસ્થાપન ટુકડી, સ્થળાંતર ટુકડી, આગ સામે સુરક્ષા ટુકડી
આમ ઉપર પ્રમાણે ની 7 ટુકડી પાડી તે પોતાની કામગીરી વ્યવસ્થિત રીતે કરી શક્યા હતા સૌપ્રથમ બાળકોને આગ લાગી એના સંદેશ મળતા જ સુરક્ષા ટુકડી જે તે આગ લગતા વિસ્તાર ને અગ્નિ શમન યંત્ર લઈને પહોંચી ત્યાં આગ પર કાબૂ મેળવી લીધો અને બીજા એજ ટુકડીના બાળકો રાઢવું લઈને લોકો તે વિસ્તાર માં ધસી ના આવે એ માટે ઊભા રહ્યા અને પ્રાથમિક સારવાર ની ટુકડી એ ઘાયલની સારવાર કરી હતી.
આમ લાકડિયા કુમાર શાળામાં આગ સામે રક્ષણનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સાવધાન રહી પોતાનો અને લોકોનો બચાવ કરવાની ભાવના જાગે સાથે સાથે આવનાર મુસીબત સમયે ગંભીરતા દાખવી નુકસાની ઘટાડી શકાય.
તમામ આફતોના પાયામાં માનવના બેજવાબદારી ભરેલા વર્તન જ જવાબદાર હોય છે.
સૌ કુદરતી કે માનવ સર્જિત આફત આવે ત્યારે પૂર્વ તૈયારી રાખી સજ્જ રહેવું જોઈએ.
કહેવાય છે કે
નસીબ બચાવે એક વાર સજ્જતા બચાવે વારંવાર.
શાળા સલામત
ગામ સલામત
દેશ સલામત
વિશ્વ નાગરિક બનીએ..
પ્રવીણભાઈ મચ્છોયા
મુખ્યશિક્ષક લાકડિયા ગ્રૂપ શાળા કચ્છ.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.