રાજુલા ખાતે નવુ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું શરૂ કરાયુ.
રાજુલા ખાતે નવુ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું શરૂ કરાયુ.
આરોગ્ય સુવિધા વધતા શહેરીજનોમાં આનંદની લાગણી
રાજુલા શહેરને નવુ આરોગ્ય કેન્દ્ર મળે તે માટે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી દ્વારા ગુજરાત સરકારમા રજુઆત કરાતા તેમના અથાગ પ્રયત્નોથી રાજુલા શહેરના લોકો માટે નવુ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયુ જેનુ આજ રોજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના પ્રતિનિધિ તરીકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકાયું.જેમા દર્દીની સારવાર મમતા ક્લિનિક લેબોલેટરી તપાસ,પ્રસુતિ સેવાઓ અને કુટુંબ કલ્યાણ સહિતની આરોગ્યલક્ષી સારવાર મળી રહેશે.
આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા જાહેર જનતાને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર તેમજ ભારત ત્થા ગુજરાત સરકાર દ્વારા ચાલતા આરોગ્યલક્ષી કાર્યક્રમોનો લાભ અને માહિતી સુલભ થશે તેમજ લોકોને સરળતાથી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવુ રવુભાઈ ખુમાણ દ્વારા જણાવેલ.
આ પ્રસંગે રવુભાઈ ખુમાણ,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી કલસરીયા,મેડિકલ ઓફિસર ડૉ.કિંજલ કાતરીયા,સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિતનો આરોગ્ય સ્ટાફ તેમજ આશા બહેનો હાજર રહી શહેરના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા જે યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટ - મહેશ વરુ - રાજુલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.