આટકોટની કેડીપી હોસ્પિટલમાં હૃદયમાં ઇમરજન્સીમાં પેસમેકર ડિવાઇસ મૂકીને સફળ ઓપરેશન કરાયુ - At This Time

આટકોટની કેડીપી હોસ્પિટલમાં હૃદયમાં ઇમરજન્સીમાં પેસમેકર ડિવાઇસ મૂકીને સફળ ઓપરેશન કરાયુ


જસદણ તાલુકાની આટકોટની કે.ડી.પરવાડિયા હોસ્પિટલમાં 51 વૃધ્ધને હૃદય માં કંડકશન ડિફેક્ટ એટલે હૃદયમાં બ્લોક બીમારીની સારવારના ભાગ રૂપે ઈમરજન્સીમાં પેસ મેકર ડિવાઇસ મૂકીને સફળ ઓપરેશન કરાયું.

આટકોટમાં આવેલી કે.ડિ પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ 24 કલાક દર્દી ને સેવામાં આપે છે. ત્યારે 51 વર્ષીય વૃદ્ધને હૃદયમાં દુખાવો,ચક્કર ખાઈને પડી જવું તેમજ હદયના ધબકારા અનિયમિત થઈ જવાની સમસ્યાને લઈને ઈમરજંસી વિભાગમાં દાખલ થયું હતું. સારવાર ના ભાગ રૂપે આજે વૃદ્ધનું કે.ડી.પરવાડિયા ઈમરજન્સીમાં સફળ ઓપરેશન કરીને તબીબોએ વૃદ્ધને પીડામુક્ત કરતાં તેના ચહેરા પર ખુશી ને દિલમાંથી આશિર્વાદ નીકળ્યાં હતાં. 51 વર્ષના વૃધ્ધ છેલ્લા 6 મહિનાથી હૃદયમાં દુખાવો, વારંવાર ચક્કર આવી ને પડી જવું તેમજ હૃદયના ધબકારા અનિયમિત થઈ જવાની સમસ્યાને લીધે પીડાઈ રહ્યા હતા.આ બિમારી માટે દર્દી ઘણી હોસ્પિટલમાં સારવાર લીધેલી પરંતુ સમસ્યા સમયજાત વધતી જતી હતી . ત્યાર બાદ આ વૃદ્ધ દર્દી માટે કે.ડી. પરવાડિયા હોસ્પિટલ આટકોટ આશાનું કિરણ બનીને આવ્યું હતું. અહિં દર્દીના જરૂરી રિપોર્ટ કાર્ડિયોગ્રામ કરતા જાણવા મળ્યુ કે આ વૃદ્ધને હૃદયમાં કંડકશન ડિફેક્ટ એટલે કે હૃદયમાં બ્લોક છે. બિમારી ની સારવાર ના ભાગ રૂપે દર્દી ને હૃદય માં પેસમેકર મુકવાનુ જાણવાં માં આવ્યું. ડોક્ટર મંદીપ ટીલાળા અને ડોક્ટર યોગેશ કાછડિયા તેમની ટીમ તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર ડો.નવનીત બોદર અને તેમની ટીમ ની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ આ વૃદ્ધ નું ઓપશન અતિ આધુનિક સાધનોની મદદથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ પીડા મુક્ત થયેલી 51 વર્ષે દર્દી અને તેમના પરિવારના ચહેરા પર મુસ્કુરાહટ જોવા મળી હતી. સાથે જ તેમણે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.

રિપોર્ટર વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.