રાજકોટમાં સો. મીડિયા પર આજી ડેમમાં મરવા જવાનું સ્ટેટસ મૂકીને યુવાન ગુમ, જિંદગીથી કંટાળીને આત્મહત્યાનો નિર્ણય લીધો - At This Time

રાજકોટમાં સો. મીડિયા પર આજી ડેમમાં મરવા જવાનું સ્ટેટસ મૂકીને યુવાન ગુમ, જિંદગીથી કંટાળીને આત્મહત્યાનો નિર્ણય લીધો


‘આજી ડેમમાં મરવા જાવ છું’ એવું સ્ટેટ્સ મૂકી એક યુવાન ગુમ થઈ જતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. શહેરના લાતી પ્લોટ શેરી નં-10માં રહેતા સંજય રૂડાભાઈ સરવૈયાએ બી ડિવિઝન પોલીસમાં પોતાનો નાનો ભાઈ જગદીશ રૂડાભાઈ સરવૈયા (ઉ.વ.35) ગુમ થઈ ગયો હોવાની ગુમ નોંધ લખાવી છે.

યુવકના ભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, ‘મારો ભાઈ જગદીશ, મારા માતા, જગદીશની પત્ની અને જગદીશની બે દીકરીઓ સહિતના પરિવાર સાથે જય જવાન જય કિશાન સોસાયટીમાં રહે છે. હું મારા પરિવાર સાથે અલગ રહું છું. ગઈકાલે બપોરે મને જાણ થઈ કે, મારા ભાઈએ તેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સ્ટેટસમાં આજી ડેમમાં મરવા જાઉં છું તેમ લખીને મૂક્યું છે. જેથી, તેની શોધખોળ કરતા ન મળતા તુરંત પોલીસમાં જાણ કરી હતી.’


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.