ઘરેલુ હિંસાના કેસમાં સાસુને જામીન પર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ* *પુત્રવધુ એ ફરિયા કર્યાથી 24 દિવસ જેલ ભોગવ્યા બાદ સાસુનો જામીન પર છુટકારો* - At This Time

ઘરેલુ હિંસાના કેસમાં સાસુને જામીન પર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ* *પુત્રવધુ એ ફરિયા કર્યાથી 24 દિવસ જેલ ભોગવ્યા બાદ સાસુનો જામીન પર છુટકારો*


*ઘરેલુ હિંસાના કેસમાં સાસુને જામીન પર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ*

*પુત્રવધુ એ ફરિયા કર્યાથી 24 દિવસ જેલ ભોગવ્યા બાદ સાસુનો જામીન પર છુટકારો*

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના મૂળ ફરિયાદી છાયાબેન ના લગ્ન ધર્મેશભાઈ ભડાણીયા સાથે જ્ઞાતિના રિદ્ધિ રિવાજ મુજબ આશરે બે વર્ષ પહેલા થયેલ ત્યારબાદ ફરિયાદીની ફરિયાદ મુજબ આરોપી ધર્મેશ ભડાણીયાને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તે સંબંધથી તેમને સંતાન પણ થયેલ હોય એવી માહિતી આ કામના મૂળ ફરિયાદીને મળતા બંને પતિ પત્ની વચ્ચ ઝઘડાઓ શરૂ થતા આરોપી ધર્મેશ પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો આ બાબતની વાત મૂળ ફરિયાદીએ તેમના સાસુને કરતા તેમના સાસુ એ આ કામના આરોપીનો સાથ આપેલ અને સાસુને અગાઉના લગ્ન અંગે જાણ હોવા છતાં તેના પુત્ર ધર્મેશ સાથે મળી છેતરપિંડથી લગ્ન કરાવેલ જે અંગેની ફરિયાદ આ કામના આરોપીના પત્નીએ ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરતા પતિ અને સાસુ વિરુદ્ધ આઈપીસી ની કલમ ૪૯૮(એ) 417 તથા 114 મુજબ ગુનો નોંધાયેલ હતો જે સંદર્ભે પોલીસ દ્વારા પતિ તથા સાસુની અટક કરેલ હતી ત્યારબાદ બંનેને રાજકોટ જેલ હવાલે કરાયા હતા. ત્યારબાદ આરોપી નંબર ૨ મંજુબેન ઉફે નાનીબેન ના એડવોકેટ સંદીપ એન. સતાણી દ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા એડવોકેટ દ્વારા રજૂ રખાયેલ દસ્તાવેજો તથા દલીલોને ધ્યાનમાં રાખી તથા ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને પણ ધ્યાનમાં રાખી નામદાર સેશન્સ કોર્ટે સાસુને જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ સંદીપ એન. સતાણી તથા આસિસ્ટન્ટ દિવ્યા બી. યાજ્ઞિક રોકાયેલા હતા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image