સેમારાના મુવાડાના ગામના રામદેવ મંદીર પાસે કાતિલ ઠંડીના કારણે તાપણાનો સહારો લેતા ગ્રામજનો.
મહીસાગર જીલ્લામાં સહિત લુણાવાડા તાલુકામાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડી વધી છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઠંડીનો અહેસાસ જોવા મલી રહ્યો છે.ત્યારે લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામના રામદેવ મંદીર પાસે ગામના ગ્રામજનો તેમજ રોડ પર અવર-જવર કરનાર મુસાફરો પણ ઠંડીના કારણે તાપણાનો સહારો લેતા નજરે જોવા મલી રહ્યા હતા.આમ સવારથી ઠંડા પવનો ફુકાવાના કારણે સમગ્ર જીલ્લામાં ઠંડકનો માહોલ જોવા મલ્યો હતો.જ્યારે ઠંડીથી બચવા માટે ગરમ કપડાનો પણ સહારો લેવો પડ્યો હતો.આમ કાતિલ ઠંડીને કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર તાપણાના સહારો લેતા નાગરીકો પણ જોવા મલી રહ્યા હતા
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.