પાકિસ્તાનમાં ગુનાખોરી:કરાચીમાં લૂંટફાટ અને હત્યા જેવા ગુનાઓ ગયા વર્ષની સરખામણીમાં બે ગણા થયા
પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ગુનાઓ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. હાલમાં જ આવી કેટલીક ઘટનાઓ અંગે માહિતી અખબારોમાં પ્રકાશિત કરાઇ હતી. સાથે સાથે ચાની દુકાનો પર પણ સામાન્ય લોકોમાં આની ચર્ચા રહી છે. ગયા બુધવારના દિવસે જ ફોનની ચોરી કરવાના પ્રયાસમાં લૂંટારાઓએ એક કાર મેકેનિકને ગોળી મારી દીધી હતી. આ મામલાના એક દિવસ પહેલા પણ આવી બે હત્યાઓ થઇ હતી. પહેલી ઘટનામાં લૂંટારાઓએ એક સેકન્ડ હેન્ડ શુઝ કારોબારીની હત્યા કરી હતી. કારણ કે આ કારોબારીએ તેમનો ફોન આપવાનો ઇન્કાર કર્યો હતો. બીજી ઘટનામાં બેંકથી કેશ ઉપાડીને જઇ રહેલા એક વૈપારીની હત્યા કરી દેવામાં આવી હતી. તેના થોડાક દિવસ પહેલા જ લૂંટારાએ એક 27 વર્ષીય મેકેનિકલ એન્જિનિયરની હત્યા કરી દીધી હતી. મંદી, મોંઘવારી અને સરકારની નિષ્ફળતાના કારણે ગુનાઓ વધ્યા કરાચી જૂના દોરમાં, નવા યુવા અપરાધીઓની ભરતી કરાઈ
કરાચી પોલીસના આતંકવાદ વિરોધ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે નિરાશાના કારણે શહેરના અપરાધિક જૂથોમાં જુસ્સો વધી ગયો છે. લૂંટફાટથી લઇને હત્યા સુધીની કેટલીક ઘટનાના સંબંધ એવા ત્રાસવાદી જૂથો સાથે પણ છે જે હાલમાં દેશમના અન્ય હિસ્સામાં ફરી સક્રિય થયા છે. લોકોએ કહ્યું- સરકારે શહેરને લૂંટારાના ભરોસે છોડી દીધું
સૈયદ અખ્તર હુસૈને કહ્યુ છે કે લોકોને લૂંટારાઓના ભરોસે છોડી દેવામાં આવ્યુ છે. તેમના 38 વર્ષીય પુત્ર સૈયદ અલી રહબરને જાન્યુઆરીમાં લૂંટારાઓએ ગોળી મારી દીધી હતી. મોહમ્મદ જહીરના વિડીયો સામે આવી રહ્યા છે લૂંટારા રસ્તા, રેસ્ટોરન્ટ, સેલૂન અને મસ્જિદોમાં પણ કિંમતી વસ્તુઓ આંચકી લેતા નજરે પડી રહ્યા છે. લોકોને પોલીસ પર વિશ્વાસ નથી, પોતે સજા આપવાની સ્પર્ધા
બ્રિટનની વારવિક યૂનિવર્સિટીમાં પાકિસ્તાની પોલીસના નિષ્ણાત જોહા વસીમે કહ્યુ છે કે જાન્યુઆરી 2024માં કરાચી પોલીસના 55 પોલીસ અધિકારીઓને અપરાધિક સંગઠનો સાથે સાંઠગાંઠ રાખવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સામાન્ય લોકોને પોલીસ પર વિશ્વાસ નથી. જેથી લોકો કાયદાને પોતાના હાથમાં લઇ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.