નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે કલેકટરશ્રીએ શાળાના બાળકો સાથે તિથિ ભોજન લઇને જન્‍મદિવસ ઉજવ્‍યો - At This Time

નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે કલેકટરશ્રીએ શાળાના બાળકો સાથે તિથિ ભોજન લઇને જન્‍મદિવસ ઉજવ્‍યો


જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીનો આજે જન્‍મ દિવસ હોઇ તેઓ મહીસાગર જિલ્‍લાના ખાનપુર તાલુકાના નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે પહોંચી ગયા હતા જયાં તેમને પ્રાથમિક શાળાના બાળકો સાથે જાણે કે એક માતા જેમ પોતાના પુત્રને વ્‍હાલ કરે તેમ તેઓની સાથે સંવાદ કરી કેક કાપીને શાળા નાં બાળકો સાથે જમીન પર બેસીને તિથિ ભોજન લઇને જન્‍મદિવસની ઉજવણી કરી અન્‍યોને પ્રેરણા પૂરી પાડી હતી.કલેકટરએ આ પ્રસંગે શાળાના બાળકોને કંપાસ બોક્સ અને ચોકલેટ વિતરણ કરી બાળકોને અંતરિયાળ વિસ્‍તારમાંથી બહાર આવી ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરવાની સાથે પ્રગતિના શિખરો સર કરી ગામનું, જિલ્‍લાનું, રાજયનું અને દેશનું નામ રોશન કરશો તેવી આશા વ્‍યકત કરી હતી. બાળકોને તેમના ભવિષ્‍યની શુભેચ્‍છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ,જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, ડી આર ડી એ ડાયરેક્ટર શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર,પ્રાયોજના વહીવટદાર શ્રી યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીએમ એન મનાત, જિલ્લા પુરવઠા અધિકારી એન બી રાઠોડ,પશુપાલન અધિકારી, આરોગ્ય અધિકારી સહિત શાળાના આચાર્ય, શિક્ષક અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.