*અન્ન અને નાગરિક પુરવઠાના અગ્ર સચિવશ્રી આર. સી. મિણાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ** ૦૦૦ *તમામ તાલુકાઓના રીવ્યુ લઇ વહેલી તકે ઇકેવાયસીની કામગીરી પૂર્ણ કરવા અપાઈ સૂચના* - At This Time

*અન્ન અને નાગરિક પુરવઠાના અગ્ર સચિવશ્રી આર. સી. મિણાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ** ૦૦૦ *તમામ તાલુકાઓના રીવ્યુ લઇ વહેલી તકે ઇકેવાયસીની કામગીરી પૂર્ણ કરવા અપાઈ સૂચના*


*અન્ન અને નાગરિક પુરવઠાના અગ્ર સચિવશ્રી આર. સી. મિણાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ*
૦૦૦
*તમામ તાલુકાઓના રીવ્યુ લઇ વહેલી તકે ઇકેવાયસીની કામગીરી પૂર્ણ કરવા અપાઈ સૂચના*
૦૦૦
દાહોદ : દાહોદ જિલ્લામાં સેવા સદન ખાતે અન્ન અને નાગરિક પુરવઠાના અગ્ર સચિવશ્રી આર. સી. મિણાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓના ઈકેવાયસીને ધ્યાને રાખીને બેઠક યોજવામાં આવી હતી.

આ નિમિત્તે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના તમામ ચીફ ઓફિસરશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સાથે ગુગલમીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટ દરમ્યાન અનુસૂચિત જનજાતિ તેમજ અનુસૂચિત જાતિ કેટેગરીના દાહોદ જિલ્લાના તમામ બાળકોના ઇકેવાયસી વહેલી તકે કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરીને ઇકેવાયસીની કામગીરી કરવા માટેની કલેકટર શ્રી યોગેશ નીરગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પ્રથિક દવે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એસ.એલ.દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી આરત બારીયા, જિલ્લા શ્રમ અધિકારીશ્રી, દાહોદ જિલ્લા પુરવઠા ઇન્સ્પેકટરશ્રી હાર્દિક જોશી સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦૦


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.