બરવાળાના કુંડળ ગામે દશેરા પર્વ નિમિત્તે પાળિયાની પુંજા કરવામાં આવે છે અને પાળિયાઓને ઘી અને સિંદૂર લગાડી ઊજવણી કરવામાં આવે છે અને વર્ષીથી જૂની પરંપરા મુજબ દશેરા પર્વ ની ઉજવણી કુંડળ ગામે થઈ રહી છે
આજે દશેરા એટલે ભગવાન શ્રી રામ એ આજરોજ રાવણ નું દહન કર્યું હતું એટલે કે વિજયા દસમી ની ઊજવણી કરવામાં આવી રહી છે શહેરોમાં લોકો આજના પવિત્ર દિવસે જલેબી ફાફડા અને મીઠાઈ વહેંચી દશેરા પર્વની ઉજવણી કરતા હોય છે તો બીજી તરફ આજના દિવસે લોકો રાવણ નું પૂતળું બનાવી તેનું દહન કરી વિજયા દસમીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે આજરોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે વિજિયા દસમીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષોની પરંપરા મુજબ દશેરા પર્વ નિમિતે કુંડળ ગામે પાળિયા ની પુંજા કરવામાં આવે છે આજના દિવસે પાળિયાને સિંદૂર અને ઘી લગાડવામાં આવે છે માન્યતા મુજબ પહેલા ના સમયમાં જે વડવાઓ ગાય અને સ્ત્રીઓ તેમજ બ્રાહ્મણ માટે તેઓની રક્ષા માટે લડીને મોતને ભેટ્યા હોય તેની આજે કુંડળ ગામના લોકો અને યુવાનો મોટી સંખ્યામા પાળિયાની પૂજા અર્ચના કરી વિજિયા દસમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.