વાગરા: 47 હજારના શંકાસ્પદ લોખંડના જથ્થા સાથે એક ઝડપાયો, બિનવારસી 37,500 નો મુદ્દામાલ મળી હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો
વાગરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએથી શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં ભેરસમ નજીકથી 47,000ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી હતી, જ્યારે બીજા કેસમાં વિલાયત નજીકથી 37,500 નો બિનવારસી લોખંડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વાગરા પોલીસે બંને મુદ્દામાલ કબ્જે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
*શંકાસ્પદ લોખંડના મુદ્દામાલ સાથે ભેરસમ નજીકથી એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો..*
વાગરા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી ફુલતરિયા નાઓની સૂચના અન્વયે વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જે દરમિયાન ભેરસમ જીઆઇડીસી માર્ગ પર આવેલ આલ્કલાઇન કંપની નજીક મોટરસાઇકલ લોરી (રેકડી) માં શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ જણાય આવ્યો હતો. જેથી પોલીસે મોટરસાઇકલ ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે મોટરસાઇકલ નંબર GJ-16-AM-6905 જેની કિંમત 15,000 તેમજ 600 કિલોગ્રામ લોખંડનો મુદ્દામાલ જેની આશરે કિંમત 27,000 તથા 5000 નો મોબાઈલ મળી કુલ 47,000 નો મુદ્દામાલ કબ્જે લઈ મૂળ હરિયાણાનો અને હાલ ભરૂચ તાલુકાના કાસદ ગામે રહેતો તસ્લીમુદ્દીનઉર્ફે તસ્લિમખાન નામના ઇસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
*વિલાયત GIDC વિસ્તારમાંથી 37,500 ની કિંમતનો બિનવારસી લોખંડનો મુદ્દામાલ મળી આવ્યો*
બીજા કેસની વિગતો તરફ નજર કરીએ તો વાગરા પોલીસ સ્ટાફ મિલકત સંબંધી તેમજ ચોરીના ગુનાઓ શોધી કાઢવા વિલાયત GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો, તે દરમિયાન વિલાયત ગામ તરફ જવાના માર્ગની બાજુમાં GJ-16-R-5682 નંબરની એક ત્રણ વ્હિલ (લોરી રેકડી) મોટરસાઇકલમાં શંકાસ્પદ લોખંડની નાની-મોટી ચેનલના ટુકડાઓ ભરેલા હતા. આજુબાજુમાં તપાસ કરી જોતા ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર મળી આવ્યું ન હતું. અને શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ ભરેલ મોટરસાઇકલ બિનવારસી જણાય આવતા પોલીસે 15000 ની કિંમતની મોટર સાઇકલ, 22,500 ની કિંમતનો 500 કિલોગ્રામ લોખંડની ચેનલોના ટુકડાઓનો મુદ્દામાલ મળી કુલ 22,500 નો બિનવારસી મુદ્દામાલ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી. આમ બે અલગ-અલગ કેસમાં પોલીસે કુલ 84,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
