ગીર સોમનાથ જિલ્લાનાં ઉના-ગીર ગઢડા તાલુકામાં વિજળીનાં કડાકા-ભડાકા સાથે છુટો છવાયો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેડૂતો ચિંતામાં ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિ ખેડૂત પેકેજ ફાળવે એવી ખેડૂતોએ કરી માંઞ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના-ગીર ગઢડા તાલુકામાં વિજળીનાં કડાકા-ભડાકા સાથે છુટો છવાયો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેડૂતો ચિંતામાં ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિ ખેડૂત પેકેજ ફાળવે એવી ખેડૂતોએ કરી માંઞ


તા:8 ગીર સોમનાથ જિલ્લાના ઉના-ગીરગઢડા તાલુકા સુત્રાપાડા કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં છુટો-છવાયો વરસાદ જેમાં ગઈકાલે ઉના શહેરમાં તેમજ અનેક ગ્રામ્ય વિસ્તાર અને ગીર ગઢડા તાલુકાનાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં એક થી બે ઇંચ જેટલો વરસાદ પડી જતાં અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે નીતલી ગામનાં એક ખેડૂત પુત્ર પોતાની સીમમાં કાદિયાળ વાળા વિસ્તારમાં ઢોર ચરાવતાં હતાં જ્યાં અચાનક આકાશમાંથી વીજળી ત્રાટકતાં નીકળી ગામના લાખાભાઈ કાનાભાઈ આલ ઉંમર વર્ષ 70 જેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જેમની જાણ 108ને કરતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં ત્યાં મૃત જાહેર થતાં ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં વડલી ગામે વીજળી પડવાથી પાંચ લોકોને ઈજા થઈ હતી અને એક બળદનું મોત પણ થયું હતું ત્યારે ખેતી કામ કરતાં ખેડૂતો શ્રમિકો વીજળી પડતાં ઇજાઓ પહોંચતાં હોવાનું જાણવા મળી રહ્યું છે

ત્યારબાદ ગીર ગઢડા તાલુકાનાં કાણકીયા કાણેરી સોનપરા બોડીદર જમનવાડા વિઠ્ઠલ પુર જેવાં અનેક ગામડાઓમાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો હતો જેમાં બે મહિનાથી પડતો વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે આજે રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લાને બાકાત કરી દેતાં આજે અનેક ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેમાં સતત વરસાદનાં કારણે આજે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની પણ શક્યતા દેખાઈ રહી છે અને ખેતરોમાં નિંદામણ પણ વધી રહ્યું છે હાલ હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે અને ખેતરો પણ તળાવો બની ગયાં છે અને ખેડૂતોની આવક કરતા જાવક વધારે થવાથી આજે ખેડૂત પણ મુશ્કેલીમાં મુકાયો છે એવું પણ ખેડૂતોમાંથી જાણવા મળ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીમાં ખેડૂતોનું સર્વે કરવામાં આવે તો દૂધનું પાણીનું પાણી થઈ જાય એવી હાલત હાલ ખેડૂતોનાં ખેતરોમાં અને ખેડૂતોમાં દેખાઈ રહી છે

ત્યારબાદ ગીર-સોમનાથ જિલ્લામાં અનેક વખત ખેડૂતોએ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં અધિકારી ઓનાં પેટમાં પાણી પણ હલતું નથી એવું પણ ખેડૂતોમાંથી જાણવા મળ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં દરેક તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરાવે અને રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને સહાય પેકેજ ફાળવે એવી ખેડૂતોએ માંગ કરી છે જ્યારે આજથી દોઢ વર્ષ પહેલાં આવેલ તાવતૈ વાવાઝોડાની ખેડૂતોને હજુ સુધી સહાય પણ ચૂકવી નથી ત્યારે ઞીર ઞઢડા ઉના તાલુકાનાં ખેડૂતોને તાવતૈ વાવાઝોડાની સહાયનું ચુકવણું કરે એવી પણ ખેડૂતોએ માંગણી કરી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.