સોમનાથ ખાતે આવેલ એમ જે સ્વામિનારાયણ હાઇસ્કુલ ના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો - At This Time

સોમનાથ ખાતે આવેલ એમ જે સ્વામિનારાયણ હાઇસ્કુલ ના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો


શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સોમનાથ ખાતે આવેલ એમ.જે.સ્વામિનારાયણ હાઇસ્કુલ માં આચાર્ય તરીકે ફરજ બજાવતા ગગજીભાઈ ભીખાભાઈ છોડવડીયા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેઓને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્ટાફ પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજીને વિદાયમાંન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં નિવૃત્ત થતા કર્મચારીએ કરેલી કામગીરી ને બિરદાવી તેમને સન્માનિત કરીને વિદાય આપવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ વિદાય ગીત રજૂ કરવામાં આવેલ.
આ પ્રસંગે એમ. જે સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં છેલ્લા ૧૮ વર્ષથી આચાર્ય તરીકેની સેવા બજાવતા છોડવડીયા નુંસંસ્થાનાચેરમેનસ્વા.ભક્તિપ્રકાશદાસજી દ્વારા શાલ ઓઢાડી તથા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના બધા જ કર્મચારીગણ તથા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પણ છોડોડિયા સાહેબનું વિવિધ મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોડવડીયા પોતાની 18 વર્ષની આચાર્ય તરીકેની તથા વિનય મંદિર આકોલવાડી મુકામે મદદનીશ શિક્ષક તરીકે બજાવેલ 12 વર્ષની સેવાનેવાગોળીહતી.અનેછોડવડીયાદ્વારાસંસ્થાને21હજારરૂપિયાનોચેકઅર્પણકર્યોહતો.કાર્યક્રમનાઅંતમાંસંસ્થાનાચેરમેનસ્વા.ભક્તિપ્રકાશદાસજી દ્વારા એમ.જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલના કાર્યકારી પ્રિન્સિપાલ તરીકે દિનેશભાઈ રામાણીની નિમણૂક કરવામાં આવેલ અને શુભેચ્છા પાઠવેલ હતી. આ નિર્ણયને એમ.જે. સ્વામિ નારાયણ હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ આવકારી દિનેશભાઈ રામાણીને શુભેચ્છા આપેલ.આ પ્રસંગે સંસ્થાના વડા સ્વા.ભક્તિ પ્રકાશદાસજીતથાસ્વામીધર્મકિશોરદાસજી તથા ડી.ઇ.ઓ કચેરી ગીર સોમનાથ તેમજ કાનભાઈ ગઢીયા (પ્રમુખ અ.ભા.કો. સમાજ) ડો. સાવલિયાસાહેબ તથા શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર નરેશભાઈ તથા સંસ્થા સંચાલિત તમામ વિભાગના આચાર્ય શિક્ષકગણ અને આજુબાજુની માધ્યમિક અને પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.