ગઢડાના ખેડૂતોની‌ દિવસે વીજપુરવઠો આપવા માંગ - At This Time

ગઢડાના ખેડૂતોની‌ દિવસે વીજપુરવઠો આપવા માંગ


શિડયુઅલ ફેરફાર યથાવત રાખવા રજૂઆત ગઢડા નગરમાં ખેડૂતો તરફથી વિદ્યુત બોર્ડની કચેરી ખાતે પહોંચી ગત અઠવાડિયા થી ખેડૂતોને વીજપુરવઠો ફાળવવાના શિડયુઅલ માં ફેરફાર કરાતા ફેરફાર નહીં કરી યથાવત શિડયુઅલ રાખવા માટે માંગ કરવામાં આવી છે ગઢડા શહેર વિસ્તારમાં આવેલા ખેતીવાડી વિસ્તારમાં મોટા ભાગે ટાટમ, ખોપાળા અને પીપળ ફીડરમાંથી વીજપુરવઠો મળે છે છેલ્લા એક અઠવાડિયા થી વિદ્યુત કચેરી દ્વારા વીજપુરવઠો સપ્લાય માટેના શિડ્યુલ માં ફેરફાર કરવામાં આવેલો છે જે અનુસંધાને ખેડૂતોએ પોતાને મળતો વીજપુરવઠો ખોપાળા અને પીપળ ફીડર નો સમય યથાવત જે હતો તે રાખવા ઉપરાંત દિવસનું શિડયુઅલ કરી દિવસના સમયે વીજપુરવઠો ફાળવવામાં આવે તો ખેડૂતોને રાત્રિના અંધારામાં કામ કરવાથી છુટકારો મળી શકે આ માટે પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ રૂબરૂ પહોંચી ખેતીવાડી માટે વીજ પુરવઠા સપ્લાય માટે જૂનું શિડયુઅલ યથાવત રાખવા અન્યથા દિવસે વીજ પુરવઠો ફાળવવા રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતના પગલે ઇજનેર વસાવા તરફથી એક અઠવાડિયામાં યોગ્ય નિરાકરણ ની ખાતરી આપવામાં આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.