રાણપુર ગામના ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી - At This Time

રાણપુર ગામના ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી


મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી. જેમાં રાણપુર ગામના ૩૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિના ચાર આધાર સ્થંભ વિશે માહિતગાર કર્યા. જેમાં જીવામૃત બનાવવાની પેક્ટીકલ તાલીમ આપવામાં આવી અને જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો અને જીવામૃત કેવી રીતે બનાવવું તે વિશે લુણાવાડા તાલુકાના બી.ટી.એમ મનીષભાઇ વી.પરમાર અને એ.ટી.એમ જાબીરભાઇ દાવલ દ્રારા પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી. જેમાં ગ્રામ પંચાયત રાણપુર ખાતે ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું આહવાન કરવામાં આવ્યુ.ખેડૂતોને રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાથી થતી કેન્સર જેવી બિમારીઓ અને અન્ય આડસરોથી ખેડૂતો મુક્તિ અપાવી ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળી શકાય એમ છે. વધુંમાં ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન અને પર્યાવરણ બચાવીને આવનારી પેઢીને રોગમુક્ત બનાવીએ. અને આપણી ધરતીમાતાની ફળદ્રુપતા જાળવી રાખીએ તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને વાળવા માટે જણાવ્યું. આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી પધ્ધતિની માહિતી આપવામાં આવી

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.