ઝારખંડના જામતારામાં મુસ્લિમોની બહુમતી 100 સ્કૂલોમાં શુક્રવારે રજાથી વિવાદ - At This Time

ઝારખંડના જામતારામાં મુસ્લિમોની બહુમતી 100 સ્કૂલોમાં શુક્રવારે રજાથી વિવાદ


- સ્કૂલોના નામ ઉર્દુમાં રખાયા: રાજ્ય સરકાર ઊંઘતી ઝડપાઈ - 70ટકાથી વધુ મુસ્લિમ વસતી હોવાથી સ્થાનિક મુસ્લિમોનું સરકારી સ્કૂલના મેનેજમેન્ટ પર નિયમો બદલવા પણ દબાણજામતારા : ઝારખંડના જામતારામાં મુસ્લિમોની વસતી વધી જતાં સ્થાનિક લોકોએ સરકારી સ્કૂલોમાં નિયમો તોડીને પોતાની મરજી મુજબના નિયમો અમલમાં મૂકી દીધા છે. આ વિસ્તારમાં ૧૦૦થી વધુ સરકારી સ્કૂલોમાં હવે સરકારી નિયમો મુજબ રવિવારના બદલે ઈસ્લામિક નિયમો મુજબ શુક્રવારે (જુમા)ના રોજ સાપ્તાહિક રજા રહે છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોએ સ્કૂલ મેનેજમેન્ટ પર તેમના પોતાના નિયમોનો અમલ કરવા દબાણ કર્યું છે અને લાગુ કરી દીધા છે જ્યારે આ બાબતે રાજ્ય સરકાર ઊંઘતી ઝડપાઈ છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ જામતારામાં કેટલાક મુસ્લિમોએ ૨-૩ સ્કૂલોમાં નિયમ બદલવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ આ આંકડો ૧૦૦થી વધુ સ્કૂલો સુધી પહોંચી ગયો છે. આ મુસ્લિમોએ સરકારી સ્કૂલોના મેનેજમેન્ટ પર દબાણ કર્યું છે કે આ વિસ્તારમાં મુસ્લિમોની વસતી ૭૦ ટકાથી વધુ છે અને અહીંની સ્કૂલોમાં મુસ્લિમ બાળકો વધુ છે, તેથી અહીં રવિવારે અભ્યાસ થશે અને સાપ્તાહિક રજા શુક્રવારે રહેશે.આશ્ચર્યજનક બાબત એ છે કે આ વિસ્તારની અનેક સ્કૂલોના નામની આગળ ઉર્દુ શબ્દ પણ જોડી દેવાયો છે. જ્યારે સ્કૂલમાં ન તો ઉર્દુ ભણાવાય છે કે અહીં કોઈ ઉર્દુ શિક્ષક પણ નથી. સ્કૂલોની દિવાલો પર લખેલા ટાઈમટેબલમાં પણ શુક્રવારે રજા હોવાનું અને શુક્રવારનો ઉલ્લેખ જુમા તરીકે કરાયો છે. છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ છે અને સરકારી અધિકારીઓને આ બાબતની કોઈ માહિતી જ નથી.આ સંદર્ભમાં જામતારાના જિલ્લા કલેક્ટર ફૈઝ અક અહેમદ મુમતાઝને સવાલ કરવામાં આવતા તેમણે કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો અને શિક્ષણ વિભાગ પાસેથી તેની માહિતી માગવા જણાવ્યું હતું. નારાયણપુર, કરમાટાંડ અને જામતારા વિસ્તારોમાં સ્કૂલોમાં રવિવારની રજા બદલવાનો કોઈ સરકારી આદેશ નથી છતાં સ્થાનિક લોકોના દબાણ હેઠળ સ્કૂલોને શુક્રવારે બંધ રાખવા ફરજ પડાઈ રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શુક્રવારની રજા ક્યારથી ચાલી રહી છે. સરકારી આંકડા મુજબ આ વિસ્તારમાં ૧,૦૮૪ સરકારી સ્કૂલો છે.બીજીબાજુ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ આ મુદ્દે ટ્વીટ કરી હેમંત સોરેન સરકાર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, મુખ્યમંત્રી હેમંત સોરેન જી, તમે ઝારખંડને કઈ બાજુ લઈ જઈ રહ્યા છો? સમાજમાં ઝેર ફેલાવતી આવી ગેરબંધારણીય કાર્યવાહી પર તુરંત પ્રતિબંધ મુકાવો જોઈએ અને આવા સમાજ વિરોધી તત્વો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ. તાજેતરમાં જ ઝારખંડના ગઢવામાં એક માધ્યમિક સ્કૂલમાં હાથ જોડીને પ્રાર્થના કરવાની વર્ષો જૂની પદ્ધતિના બદલે અદબ વાળીને પ્રાર્થના કરવા સ્થાનિક મુસ્લિમોએ દબાણ કર્યું હોવાની ઘટના પણ સામે આવી હતી. અહીં પણ મુસ્લિમોની વસતી વધુ હોવાના કારણે પ્રાર્થનાનો નિયમ બદલવા દબાણ કરાયું હતું. પ્રિન્સિપાલનો આરોપ છે કે સ્થાનિક લોકોના દબાણથી છેલ્લા ઘણા સમયથી આ રીતે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ગ્રામીણોની બળજબરીના કારણે તેઓ મજબૂર છે. આ ઘટના સામે આવતા રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.