સ્ટેન્ડીંગ કમિટીનો વિવાદાસ્પદ નિર્ણય, એસ્ટેટ અધિકારીઓનો પગાર આસી.મ્યુનિ.કમિશનરથી વધી જશે - At This Time

સ્ટેન્ડીંગ કમિટીનો વિવાદાસ્પદ નિર્ણય, એસ્ટેટ અધિકારીઓનો પગાર આસી.મ્યુનિ.કમિશનરથી વધી જશે


અમદાવાદ, શનિવાર, 20 ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ફરજ
બજાવતા પાંચ અધિકારીઆને લેવલ તેર પ્રમાણે પગાર ધોરણ આપવા સ્ટેન્ડીંગ કમિટી દ્વારા
વિવાદાસ્પદ નિર્ણય કરતા આ એસ્ટેટ અધિકારીઓનો પગાર આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી
વધી જશે.પૂર્વ કમિશનરના સમયમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક કરવામાં
આવી એ સમયથી તેમની કામગીરીને લઈ અનેક વિવાદ સપાટી ઉપર આવ્યા છે.હાલમાં પણ એસ્ટેટ
વિભાગની ચોકકસ ફાઈલ આસીસ્ટન્ટ કમિશનરને બદલે સીધી ડેપ્યુટી મ્યુનિ.કમિશનર સમક્ષ
મંજુરી માટે મુકવામાં આવતી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં મળેલી સ્ટેન્ડીંગ
કમિટીની બેઠકમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓને સાતમા પગારપંચ ના લેવલ તેર પ્રમાણે
પગાર ધોરણ આપવાના કામને મંજુરી આપવામાં આવી છે.આ મંજુરી બાદ એસ્ટેટના અધિકારીઓનો
પગાર આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કરતા વધી જવાથી વહીવટીતંત્રના અધિકારીઓમાં વિવાદ
શરુ થઈ ગયો છે.પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના સમયમાં આસીસ્ટન્ટ
મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક કરવામાં આવી હતી.એ સમયે મ્યુનિ.ના એડીશનલ સીટી
ઈજનેરોએ તેમની ગ્રેડ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી ઉંચી હોવાના કારણે તેમના
માર્ગદર્શન હેઠળ કામ કરવાનો ઈન્કાર કરી દેતા આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો પાસેથી
ઈજનેર વિભાગની કામગીરી પરત લેવામાં આવી હતી.

બાદમાં મ્યુનિ.ના મોટાભાગના વિભાગોએ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ
કમિશનરના નિયંત્રણમાં કામ કરવા લોબીંગ કર્યુ હતું.ઈજનેર વિભાગ તાબેદારીમાંથી બહાર
આવી ગયા બાદ એસ્ટેટ વિભાગમાં પણ ચોકકસ પ્રકારના કામને લગતી ફાઈલ આસીસ્ટન્ટ
મ્યુનિસિપલ કમિશનરને બદલે સીધી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી
રહી છે.હવે એસ્ટેટ વિભાગના પાંચ અધિકારીઓને પગાર ધોરણ લેવલ તેર પે મેટ્રીકસ
પ્રમાણે, રુપિયા
૧.૧૮ લાખથી ૨.૧૪ લાખ તથા કાર એલાઉન્સ સહિત નિયમ મુજબના અન્ય ભથ્થા આપવા નિર્ણય
કરવામાં આવ્યો છે.હાલમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનું પગાર ધોરણ ૭૮,૮૦૦થી ૨.૯ લાખ
તથા અન્ય ભથ્થા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.