BJPના મંત્રીનો બફાટ, છેડ્યું ધર્મયુદ્ધ: “રાષ્ટ્રવિરોધીઓએ પાકિસ્તાન જવું જોઈએ, આ જમીન મુસ્લિમોના…”
નવી દિલ્હી,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર કર્ણાટકના શિવમોગામાં આમિર અહેમદ સર્કલમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલ્તાનના પોસ્ટર લગાવવા અંગે થયેલા વિવાદમાં સોમવારે પ્રેમસિંહ અને પ્રવીણ નામના બે હિન્દુ યુવકો પર ચાકુથી હુમલો કરાયો હતો. આ પોસ્ટર વિવાદને લઇને હવે બીજેપી ધારાસભ્ય ઇશ્વરપ્પાએ એક નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, "જ્યાં ઇચ્છા હશે ત્યાં અમે પોસ્ટર લગાવીશું. શાંતિથી રહેવું હોય તો રહો, શાંતિથી રહેવું હોય તો રહો આ કોઈના બાપની જમીન નથી, અને રાષ્ટ્રવિરોધીઓએ પાકિસ્તાન જવું જોઈએ. BJP ધારાસભ્યએ કહ્યું કે, અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. શિવમોગામાં જે બન્યું તેના માટે કોંગ્રેસના કાઉન્સિલર જવાબદાર છે. કોંગ્રેસ દેશ વિરોધીઓને સમર્થન આપી રહી છે, આ ઘટના 100 ટકા એક પ્લાનિંગ હતુ. આ અથડામણ પછી પોલીસે હુમલો કરનારા ચાર લોકોની ધરપકડ કરી હતી. વધુમાં કલેક્ટરે શિવમોગા અને ભદ્રાવતી ટાઉનમાં ૧૮મી ઑગસ્ટ સુધી કલમ ૧૪૪ લાગુ કરી હતી તેમજ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી હતી. #WATCH | Karnataka: BJP MLA from Shivamogga, KS Eshwarappa says, "...I am directly saying that not only in Shivamogga, not only in South but across the country in all states it is Congress who is supporting anti-nationalists like PFI, SDPI..." pic.twitter.com/AhCjAiuF5X— ANI (@ANI) August 17, 2022 પોસ્ટરનો વિવાદ વધ્યોકર્ણાટકના શિવમોગાથી શરૂ થયેલો પોસ્ટર વિવાદ રાજ્યભરમાં વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે ઉડુપીના બ્રહ્મગીરી સર્કલ પર ફ્લેક્સ પોસ્ટરથી વિવાદ વકર્યો છે. પોસ્ટરમાં વીર સાવરકર અને સુભાષ ચંદ્ર બોઝની તસવીર છે જેમાં 'જય હિંદ રાષ્ટ્ર' પણ લખવામાં આવ્યું છે.કોંગ્રેસે ચેતવણી આપીસુભાષ ચંદ્ર બોઝ સાથે સાવરકરની તસવીર સાથેનું આ પોસ્ટર 15 ઓગસ્ટથી ઉડુપીના આ ચોક પર લગાવવામાં આવ્યું છે. શિવમોગામાં સાવરકરના પોસ્ટર લગાવ્યા બાદ પહેલેથી જ તણાવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને 15થી 18 ઓગસ્ટ સુધી પોસ્ટર લગાવવાની મંજૂરી આપી છે. પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે, પોસ્ટર પરવાનગી વગર લગાવવામાં આવ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈનું કહેવુ છે કે, તેઓ આ મુદ્દાનો ઉકેલ શોધી કાઢશે. ઉડુપીમાં હાલમાં શાંતિ છે, પરંતુ જે રીતે શિવમોગા અને અન્ય વિસ્તારોમાં તણાવ ફેલાયો હતો, પોલીસે સમયસર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ પણ વાંચો: કર્ણાટકમાં સાવરકર અને ટીપુ સુલ્તાનના પોસ્ટર મુદ્દે તંગદિલી : બે યુવક પર હુમલો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.